તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રાંતિજ પાસે આવેલ મેપ્સ એન્ઝયમ્સ લી. કંપનીમાં કામ કરતાં 45 કામદારોનો પગાર છેલ્લા ત્રણ મહિનાથી ના ચુકવતા કામદારો દ્વારા કંપનીમાં ભેગા થઇ પગાર આપોના સૂત્રો સાથે માંગ કરી હતી.કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી પીએફ તો કાપવામાં આવે છે પણ જમા થતો નથી. ત્યારે કામદારો દ્વારા પ્રાંતિજ મામલતદારને પણ રજૂઆત કરાઇ છે. કંપનીના સુપરવાઇઝર રમેશભાઇએ જણાવ્યું કે 40 જેટલા કામદારોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર થયો નથી.
એક અઠવાડિયામાં પગાર ચુકવી દઇશું
આ અંગે કંપનીના માલિક પિયુષભાઇ શાન્તીલાલ પાલખીવાલાએ જણાવ્યું કે કંપનીનો અંદરો અંદર પ્રોબ્લેમ છે. પણ એક અઠવાડિયામાં પગાર ચુકવી દઇશુ.
પગાર નહીં કરાય તો લેબર કમિશનને જાણ કરાશે
પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરાએ જણાવ્યું કે ફરિયાદ મળી હતી અને મેનેજર સાથે ટેલીફોનિક વાત થઈ હતી કે પગાર ચુકવી દઇશુ પણ પગાર ના ચુકવાતા ફરીથી ધ્યાને આવતા મેનેજરનું ધ્યાન દોર્યુ છે અને જો પગાર નહી કરાય તો લેબર કમિશનને જાણ કરીશું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.