તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પ્રાંતિજ રેલ્વે સ્ટેશન નજીક બે વીજ ડીપી પાસે આગ લાગતાં દોડધામ

પ્રાંતિજ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગ કાબુ લેવાતાં મોટી જાનહાની ટળી,જીઇબી એન્જિનીયરીંગ તથા નાયબ મામલતદાર સહિત સ્ટાફ દોડી આવ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ જીવન દ્વારના પ્રવેશદ્વાર પાસે આવેલ બે વિજ ડીપીની પાસે આગ લાગતાં ભાગદોડ મચી હતી  ફાયર બ્રિગેડની ટીમ દ્રારા આગ કાબુમાં લેવાતાં મોટી જાનહાની ટળી હતી. પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ આઈ પી મિશન જીવન દ્વારના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલ બે વિજ ડીપીઓ પાસે પાછળના ભાગે ઉગેલા ઘાસચાળો સહિત કચરામાં કોઇ કારણોસર ઘાસમાં આગ લાગી હતી. આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પાસે આવેલ બે વિજ ડીપી પાસે આગ આવી પહોંચી હતી તો તાત્કાલિક પ્રાંતિજ ફાયરની ટીમને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી.વિજકંપની એન્જીનીયર શૈલેષભાઇ યાદવ સહિત વિજકર્મીઓ, પ્રાંતિજ નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ, દિગવિજય સિંહ સહિત દોડી આવ્યા હતા. તો આગ  ડીપી પાસે જતાં પહેલાં પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ દ્રારા  આગ હોલવવામા આવી હતી તો આગ હોલવાઇ જતા મોટી જાનહાની ટળી તો તંત્ર સહિત વિજકંપની દ્રારા હાશકારો અનુભવ્યો હતો 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો