સિદ્ધપુર:યુવકને હાર્ટ એટેક આવતા લારીમાં હોસ્પિટલ લઇ જવાયો, સમયસર સારવાર ન મળતા મોત નીપજ્યું

સિદ્ધપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણઃ લોકડાઉન દરમિયાન પાટણના સિદ્ધપુરમાં એક દુઃખદ ઘટના ઘટી છે. સિદ્ધપુર બસ સ્ટેશન પાસે એક યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. સ્થળ પર હાજર લોકો યુવકને શાકભાજીની લારીમાં દવાખાને લઇ ગયા હતા. જોકે યુવકને સમયસર સારવાર ન મળતા મોત નીપજ્યું હતું. યુવક સિદ્ધપુરના બિલાયા ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. લારીમાં યુવકને દવાખાને લઇ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

અન્ય સમાચારો પણ છે...