તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારી:હિટવેવના કારણે મનરેગાના શ્રમિકોને લૂ ન લાગે તે માટે બપોર સુધી કામ ચાલુ રખાયું

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 227 ગામોમાં 14000થી વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે

લોકોને રોજગારી મળી રહે તે માટે પાટણ જિલ્લામાં મનરેગાના કામોનો ધમધમાટ શરૂ થયો છે પરંતુ ગરમીનું પ્રમાણ વધતાં હિટવેવના કારણે શ્રમીકોને સનસ્ટોક ન લાગે તે માટે વહેલી સવારથી કામો શરૂ કરાય છે. અને બપોર થતાની સાથે કામો બંધ કરી દેવાય છે. આ ઉપરાંત શ્રમિકો ગરમીથી બચી શકે તે માટે મહત્વના પગલાં પણ લેવાઈ રહ્યા છે. લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર પર માઠી અસર થતા શ્રમિક વર્ગના લોકો માટે મનરેગા રોજગારીનું માધ્યમ બની છે પાટણ જિલ્લામાં હાલમાં 227 ગામોમાં 14000 થી વધુ લોકોએ મનરેગા થકી રોજગારી મેળવવાનું શરૂ કર્યું છે પરંતુ હાલમાં ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચી ગયો છે ત્યારે શ્રમીકોને હિટવેવના કારણે સનસ્ટોક ના લાગે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે વહેલી સવારથી કામો શરૂ કરી દેવા સૂચન કર્યું હતું. જેને પગલે સવારે 6 કલાકે કામ શરૂ કરી દેવાય છે અને બપોરે 12:30 કલાક આસપાસ કામ બંધ કરી દેવામાં આવે છે. કેટલાક જૂજ ગામોમાં સાંજે કામ કરાય છે. આ ઉપરાંત ગરમીથી લોકોને રાહત મળે તે માટે ગામની સંસ્થાઓ મારફતે કામ દરમ્યાન શ્રમીકોને છાશનું વિતરણ કરાય છે. આ ઉપરાંત ઠંડા પાણી સાથે ઓઆરએસ પણ અપાય છે તેમજ કામના સ્થળે છાયડાની વ્યવસ્થા કરી છે. અસહ્ય ગરમીના કારણે શ્રમિકોની તબિયત ન બગડે તે માટે કાળજી લેવાઇ રહી છે તેવું મનરેગા નોડલ ઓફિસર સંકેત જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો