તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:પાટણ શહેરમાં ત્રીજો, સરસ્વતીના ભીલવણમાં વધુ બે કોરોના પોઝિટિવ

પાટણ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણના રિટાયર્ડ વીજ કર્મી તેમજ સરસ્વતીના ભીલવણમાં સગર્ભા મહિલાના ભાઈ અને બનેવીને કોરોના પોઝિટિવ કેસ

પાટણ શહેરમાં જીઇબીના રિટાયર્ડ કર્મચારીને શ્વાસની બીમારીને લઇ ધારપુરમાં  સારવાર માટે દાખલ કરાતાં ગુરૂવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરમાં સતત ત્રીજા દિવસે ત્રીજો કેસ નોંધાયો હતો. જ્યારે  ભીલવણની સગર્ભા મહિલાના સંપર્કમાં આવેલા ભાઇ અને બનેવીના સેમ્પલ લેતાં તેમના રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં ત્રણ નવા કેસ સાથે આંકડો 33 પર પહોંચ્યો હતો.દરમ્યાન બીજા પોઝિટીવ કેસમાં  વેરાઈ ચકલા વિસ્તારના 185 ઘરોના મહોલ્લાને કન્ટેન્ટમેન્ટ ઝોન જ્યારે  આસપાસના 10 મહોલ્લાને બફર ઝોન જાહેર કર્યા બાદ સાંજે ત્રીજો કેસ નોંધાયો છે તે  યશનગર વિસ્તારને પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો.શાકભાજીનાઆધેડ ફેરીયા છેલ્લા  25 દિવસથી વેપાર બંધ કરી ઘરમાં રહ્યા હોવાનું બહાર આવતા શહેરમાં ચેપ પ્રસરવાનો ભય ઘટ્યનું અનુમાન થઇ રહ્યું છે. જિલ્લામાં સિદ્ધપુર  ,સરસ્વતી , ચાણસ્મા, હારિજ તાલુકાના મળી 9 ગામો બાદ ધારપુર અને પાટણ શહેર કોરોના સંક્રમિત બન્યું છે  જેમાં ધારપુર હોસ્પિટલની નર્સ, ઇકબાલ ચોકની મહિલા અને  વેરાઈ ચકલાના દર્દી બાદ હવે ગુરુવારે શહેરના નવા યશનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષના રિટાયર્ડ જીઇબીના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં ભયનો માહોલ છવાયો છે . આરોગ્યની ટીમો કામે લાગી વિસ્તારમાં સર્વે સહીત સંપર્કમાં આવેલા લોકો પૈકી હાઇ રિસ્કના લોકોને ફેસિલિટી સેન્ટર ખાતે ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં દર્દીના રહેણાક પટ્ટણી,તેની પાસેના  સંચોરીવાસ  અને રોડના પટ્ટણી વાસ ત્રણ મોહલ્લાના 185 ઘરોના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો.ગુરુવારે સાંજે ત્રીજો કેસ નોંધાતા પારેવા સર્કલ વિસ્તારમાં દર્દીના રહેણાક સોસાયટી સહીત આસપાસના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતા ત્રણ દિવસમાં શહેરમાં ત્રણ ઝોન બન્યા છે.બન્ને ઝોનના એક કીમીમાં આવતા 10 થી વધુ મહોલ્લાઓ બફર ઝોનમાં મુકવામાં આવ્યા છે. ધારપુરમાં સંક્રમિત નર્સ સાથે રહેતા 3 ક્લોઝ કોન્ટેક્ટ અને 4 દૂરના કોન્ટેક મળી બે ઇન્ટર્ન ડોક્ટર સહીત નર્સનો સ્ટાફ મળી કુલ 7 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે.જેમાં 3 ક્લોઝ કોન્ટકને ધારપુરમાં ક્વૉર્ટર ખાતે અને 4 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.નર્સ રહેતી હતી તે ક્વૉર્ટર સહીત રૂમને સૅનેટાઈઝરિંગ કરાયો હતો.નર્સને સારવાર શરૂ થતા જ તેમની હાલત નોર્મલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો