તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:પાટણ શહેરમાં ત્રીજો અને ભીલવણમાં વધુ બે કેસ

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભીલવણમાં સગર્ભાના પતિ,બનેવીને કોરોના

પાટણ શહેરમાં યશનગરમાં જીઇબીના રિટાયર્ડ કર્મચારીને શ્વાસની બીમારીને લઇ ધારપુરમાં  સારવાર માટે દાખલ કરાતાં ગુરૂવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરમાં સતત ત્રીજા દિવસે ત્રીજો કેસ નોંધાયો હતો. જ્યારે ભીલવણની સગર્ભા મહિલાના સંપર્કમાં આવેલા ભાઈ અને બનેવીના સેમ્પલ લેતાં તેમના રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં ત્રણ નવા કેસ સાથે આંકડો 33 પર પહોંચ્યો હતો. યશનગર વિસ્તારને પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. સરસ્વતીના ભીલવણ સગર્ભા મહિલાનો  ચેપ ભાઈ અને બનેવીને લાગ્યો છે. ભીલવણ ગામની સગર્ભા મહિલા સ્વસ્થ થતાં તેને ધારપુરમાંથી રજા પણ અપાઈ ગઈ છે. પરંતુ  સંર્પકમાં આવેલા પરિવારના સભ્યોને ક્વોરન્ટાઇન કરાયેલા છે અને તબક્કા વાર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભાઈ અને બનેવીનું સેમ્પલ લેવામાં આવતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બંનેને મહિલાનો ચેપ લાગ્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું પાટણ શહેરના યશનગરમાં રહેતા 65 વર્ષના મહેસાણા જીઇબી રિટાયર્ડ કર્મચારીને શ્વાસની બીમારી હોઈ બુધવારે સાંજે ડો. અશ્વીન પટેલની હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ડોક્ટર દ્વારા ધારપુર રિફર કરવામાં આવતા જ્યાં લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેઓની કોઈ ટ્રાવેલીંગ હિસ્ટ્રી ન હોઈ આરઆરટી ટીમ દર્દીની હિસ્ટ્રી અને ક્લોઝ કોન્ટેક્ટની યાદી તૈયાર કરવા કામે લાગી હતી.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો