તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય:બાલિસણાનાં તળાવમાંથી યુવકની લાશ મળતા ચકચાર : મોતનુ કારણ અકબંધ

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવકે પોલીસ સ્ટેશનના પાછળના ભાગે કચરો સળગાવવા નું રહસ્ય અકબંધ

પાટણ તાલુકાના બાલીસણા ગામે યુવકે પોલીસ સ્ટેશનના પાછળના ભાગે કચરો સળગાવ્યા બાદ ગુરુવારે ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા તર્ક-વિતર્ક સર્જાયા હતા પોલીસે આ રહસ્યમય ઘટનામાં અકસ્માત મોત નોંધી કરી તપાસ શરૂ કરી છે. પોલીસના મતે યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા છે પરંતુ યુવકે આ પગલું ભરવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. બાલીસણા ગામના અલ્કેશજી સરતાનજી ઠાકોર બેરોજગારી અને એકલવાયું જીવન જીવતો હતો બુધવારે રાત્રે તેણે બાલીસણા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે કચરો સળગાવતા નજીકમાં પડેલી સાયકલના ટાયર સળગતા આગ લાગી હતી અને ટાયર ફૂટ્યા હતા બાદમાં તે ત્યાંથી નીકળી ગયો હતો પોલીસે તેની શોધખોળ કરી હતી  યુવક ઘરે પહોંચી કપડા બદલી ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યો ન હતો બાદમાં ગુરુવારે સવારે ગામના તળાવમાંથી તેની લાશ મળી હતી આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી યુવકની લાશ તળાવમાંથી બહાર કાઢી પાટણ સિવિલ ખાતે મૃતદેહનું પીએમ કરાવ્યુ હતુ.  આ અંગે બાલીસણા પોલીસ મથકે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી હતી તેવુ બાલીસણા પોલીસે જણાવ્યું હતું આ અંગે બાલીસણા પીએસઆઇ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે યુવતીએ પોલીસ સ્ટેશનના પાછળના ભાગે કચરો સળગાવતા શરીરના ભાગે ઝરાળથી દાઝયો હોય તેવું જણાય છે. તેના કપડા કબજે કરી એફ.એસ.એલ.માં મોકલવામાં આવશે તેનું પોસ્ટમોર્ટમ કરાયુ છે. જેમાં તેનું ડૂબી જવાથી મોત થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. યુવકે તળાવમાં આપઘાત કર્યો હોવાની આશંકા છે પરંતુ આ પગલું ભરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થતું નથી. જો કે આ યુવકનુ મોત કયા કારણોસર થયુ છે તે સહીતના સવાલો અકબંધ છે તે તમામ જવાબ પોલીસ શોધીરહી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો