તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:એમસીક્યુ પ્રશ્નપત્ર દ્વારા વિદ્યાર્થીઓ ઘરે બેઠાં 2 કલાક સુધી જવાબ લખી શકશે

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોકુલ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાશે
 • 300 થી વધુ વીડિયો લેક્ચર અને પ્રશ્ન બેંક તૈયાર કરાઇ

સિધ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા કોરોનાની મુશ્કેલીઓ વચ્ચે વિધાર્થીઓના હિતમાં ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે . ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીએ વિવિધ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા અલગ અલગ વિષયના 300 થી વધુ વીડિયો લેક્ચર બનાવીને વિધાર્થીઓ સુધી પહોંચાડ્યા હતા . વિવિધ વિષયોની નોટ અને ક્વેશ્ચન બેંક પણ તૈયાર કરાઇ છે. આ સિવાય ઓનલાઈન ક્લાસ પણ લેવાયા હતા . પોતાની યુનિવર્સિટીના વિધાર્થીઓનો સમય ન બગડે તેમજ સમયસર પરીક્ષા લેવાઈને પરીણામો જાહેર થાય તે માટે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. આ પરિસ્થિતિમાં આ પ્રકારે વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેનાર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીએ રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી છે. ઓનલાઈન પરીક્ષામાં વિધાર્થી પોતાના ઘરેથી જ કોમ્યુટર કે મોબાઈલના ઉપયોગ દ્વારા પરીક્ષા આપી શકશે. દરરોજ માત્ર એક જ વિષયના એમસીક્યુ પ્રશ્નપત્ર રહેશે. જે પ્રશ્નપત્રના જવાબ વિધાર્થી 2 કલાક સુધીના સમય દરમિયાન આપી શકશે . કોઈ વિષમ પરિસ્થિતિમાં કોઈ વિધાર્થી ઓનલાઈન પરીક્ષા ન આપી શકે, તો તેવા વિધાર્થીઓ માટે બધી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે અને શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત કરવા અંગે સરકારની મંજુરી મળશે. ત્યારે યુનિવર્સિટી પરીક્ષા લેવામાં આવશે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો