તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ:જિ.પં.ના આરોગ્ય સમિતિના ભાજપના મહિલા ચેરમેનના ઘર પર પથ્થરો મારી 16 શખ્સોનો હુમલો,રૂ.1 લાખની લૂંટ

લૂંટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ચેરમેનના પતિએ ભાડાનું મકાન ખાલી કરવા બાબતે કલેક્ટરને અરજી કરતા અદાવતમાં હુમલો

પાટણઃ શહેરના બકરાતપુરા વિસ્તારમાં રહેતા રાજકીય આગેવાનના ઘર પર શનિવારે રાત્રે કેટલાક શખ્સોએ અદાવતમાં ઇટો અને પથ્થરો મારી હુમલો કરી ગાડી અને ઘરના બારી બારણાના કાચ તોડી નુકસાન કર્યું હતું. જ્યારે તિજોરીમાંથી રોકડ રૂ.1 લાખની લુંટ કરી હોવાની 16 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.હુમલાની ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિની જાણકારી મેળવી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી
જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ભાજપના દિપ્તીબેન પરમારના પતિ અનિલભાઈ પરષોત્તમભાઇ પરમારે બકરાતપુરા વિસ્તારમાં રહેતા શંભુભાઈ મીર વિરુદ્ધ ભાડાનું મકાન ખાલી કરાવવા બાબતે પાટણ કલેકટરને અરજી કરેલી હતી તેની અદાવતમાં શંભુભાઈ મીર સહિતના શખ્શો તલવાર, ધારીયા, લાકડી, ધોકા સહિતના હથિયારો ધારણ કરી શનિવારે રાત્રે ઘર ઉપર છુટા રોડા, ઇટો, પથ્થરો મારી હુમલો કર્યો હતો અને ગાડી તેમજ ઘરના બારી બારણાના કાચ તોડી નાખ્યા હતા જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં તેમના ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડા રૂ.1 લાખની લૂંટ કરી હોવાની અનિલભાઈ પરમારે એ ડિવિઝન પોલીસ મથકે 16 શખ્શો તેમજ અન્ય અજાણ્યા શખ્સો સામે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

16 શખ્સો સામે ફરિયાદ
શંભુભાઈ મીર, સંજયભાઇ રાવળ, જલાજી કાંતિજી ઠાકોર, ગલાજી ઠાકોર, ભાવેશ રાવળ, જણાજી ઠાકોર, કાંતિજી ઠાકોર, નવઘણજી કાંતિજી ઠાકોર, અરવિંદજી ભેમાજી ઠાકોર, ભોપાજી ભેમાજી ઠાકોર, દિલીપજીહસાજી ઠાકોર,હસાજીમગાજી ઠાકોર, મોન્ટુ ઠાકોર, દિનેશજી લક્ષ્મણજી ઠાકોર, અર્જુન ઠાકોર, દેવન ઠાકોર, તેમજ બીજા અજાણ્યા શખ્શો રહે.તમામ પાટણ બકરાતપુ

અન્ય સમાચારો પણ છે...