જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતા 7923ને પાસ અપાયા

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાસનો દુરૂપયોગ થતો અટકાવવા માટે પગલાં લેવાયાં
  • પાલિકાએ ઈશ્યુ કરેલા બિનઉપયોગી પાસ પરત મંગાવ્યા

પાટણઃ સરકાર દ્વારા અપાયેલ લોકડાઉનને પગલે લોકોને આવશ્યક ચિજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે તેનું વેચાણ કરતા 7923 લોકોને તંત્ર દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તેના આધારે તેઓ બજારમાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે.  જેમાં સૌથી વધુ પાટણ ડિવિઝનમાં 5700 પાસ આપવામાં આવ્યા છે. પરંતુ પાટણ શહેરમાં જે લોકો વધારે પાસ લઈ ગયા છે અને જેનો ઉપયોગ થતો ન હોય તેવા વધારાના પાસ પરત લેવાનો શનિવારે પાલિકાએ નિર્ણય લીધો હતો. અાવા પાસનો દુરૂપયોગ કરી લોકો ફરતા ન રહે તે માટે પાસ પાછા લેવાનું શરૂ કરાયું હતું.
કુલ 7923 લોકોને પાસ આપવામાં આવ્યા
લોકડાઉન માં લોકોને સરળતાથી આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં તંત્ર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરતા જેવા કે દૂધવાળા મેડીકલ સેવા કરિયાણાના વેપારી ડેરી ના સંચાલકો પેટ્રોલ ડીઝલ પંપ ના વિક્રેતાઓ ગેસની બોટલ ના વિક્રેતાઓ પ્રાઈવેટ સિક્યુરિટી બેંક અને ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓ સમાચાર પત્રો ના વિતરકો ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા આપતા લોકોને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે. કુલ 7923 લોકોને પાસ આપવામાં આવ્યા છે જેમાં પાટણ ડિવિઝનમાં 5700, સિધ્ધપુર ડિવિઝનમાં 883 સમી ડીવીઝનમાં 200 અને રાધનપુર ડીવીઝનમાં 1140 લોકોને પાસ આપવામાં આવ્યા છે તેવુ સૂત્રોએ જણાવ્યું હતું.
દવાખાના બંધ છે તે તબીબોના પાસ પણ પરત લેવાનો નિર્ણય
શહેરમાં કરિયાણા, મેડિકલ સ્ટોર, દવાખાના, દૂધ અને શાકભાજીના જે વેપારીઓને વધારે પાસ આપવામાં આવ્યા છે જેમાં ઉપયોગ ન થતો હોય તેવા પાસ જે તે વ્યવસાયકારો લોકો પાસેથી  પરત લેવાનો પાલિકાએ નિર્ણય કર્યો હતો જ્યારે જે દવાખાના બંધ છે તે તબીબોના પાસ પણ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાદમાં ઘણા લોકો પાસેથી પાસ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તેવું પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...