તલાટી દાળ લેવા ગયા તે દુકાનમાં ન મળી, પાન મસાલા હાજર

વારાહી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાંક વેપારીઓ કાયદાનો ભંગ કરી પાન મસાલા વેચી રહ્યા છે

વારાહીઃ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે કેન્દ્ર  સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન  જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં  મેડિકલ, દવાખાનુ, શાકભાજી અને કરિયાણાની  જેવી  જીવન જરૂરિયાતની જ  દુકાન ખોલવાની પરવાનગી આપી છે  ત્યારે  વારાહીમાં  કરિયાણાની એક પણ વસ્તુ ના રાખતા વેપારીઓ  મસાલાની ગુટખાનું વેચાણ કરી સરકારી અધિકારીઓને ગુમરાહ કરી રહ્યાની રાડ ઉઠવા 
પામી છે.

દુકાનમાં કરિયાણાની એક પણ વસ્તુ નથી
શહેરની બજારમાં  વારાહીના તલાટી કમ મંત્રી દ્વારા એક દુકાને કિલો મગની દાળ માંગી તો વેપારીએ હું મગની દાળ નથી રાખતો તેવો જવાબ આપ્યો હતો. કેટલીક દુકાનમાં કરિયાણાની એક પણ વસ્તુ નથી છતાં કાયદાનો ભંગ કરી બજારમાં દુકાન ખોલીને બેઠા છે એટલુંજ નહી પાન-મસાલા ગુટખાના વેપારીઓ દ્વારા નાના  દુકાનદારો પાસેથી પણ   ભાવ વધાશે લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...