તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:માસ્ક પહેર્યા વગર ખરીદી માટે આવનારા ગ્રાહકોને વેપારીઓ માલ સામાન નહીં આપે

પાટણ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તકેદારી અંગે જિલ્લા વહિવટી તંત્ર અને પાટણ વેપારી મહામંડળ વચ્ચે બેઠક યોજાઇ

પાટણ શહેરના બજારમાં માસ્ક પહેર્યા વગર ખરીદી કરવા આવનાર કોઈપણ વ્યક્તિને કોઈ વેપારી માલ-સામાન આપશે નહીં. સ્વૈચ્છીક રીતે જરૂરી તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ વેપારી મહામંડળ સાથે યોજવામાં આવેલી બેઠકમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના અનેક મુદ્દાઓ અંગે સર્વસંમતિથી વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પાટણ વેપારી મહામંડળ સાથે યોજાયેલી બેઠકમાં માસ્ક પહેર્યા વગર ખરીદી કરવા આવનાર ગ્રાહકને માલ-સામાન ન વેચવા નિર્ણય કરવામાં આવ્યો. સાથે ખરીદી કરવા આવનાર પરિવારના એકથી વધુ વ્યક્તિ તથા ૧૦ વર્ષથી નાના બાળકોને સાથે લઈ આવનાર વ્યક્તિને પણ માલ-સામાનનું વેચાણ ન કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો . કલેક્ટરએ જણાવ્યું કે, વેપારીઓનો સારો સહયોગ મળ્યો છે આગામી સમયમાં તમામ વેપારીઓના સહયોગથી સામાજીક અંતરની યોગ્ય વ્યવસ્થા સાથે ખરીદ-વેચાણ થાય તે જરૂરી છે.    

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો