તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પાટણમાં સાત મેદાનોમાં જ શાકભાજી વેચાણ કરી શકશે

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બજારમાં અને રહેણાંક વિસ્તારમાં વેચાણ નહી કરી શકે

પાટણમાં શાકભાજીની લારીવાળા ને કોરોના પોઝિટિવ આવતા સંક્રમણ ન વધે તે માટે તંત્ર સતર્ક બન્યું છે શાકભાજીના ફેરિયાઓને બજારમાં રસ્તા પર કે રહેણાંક વિસ્તારોમાં શાકભાજીના વેચાણ ન કરવા દેવા ગુરુવારે તંત્રની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.  પાટણ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે શાકભાજીના વેચાણ માટે તંત્ર દ્વારા સાત સ્થળો નક્કી કરવામાં આવેલા છે. તેમ છતાં શાકભાજીના ફેરિયાઓ બજારમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં ખાનગીમાં શાકભાજીના વેચાણ માટે ફરી રહ્યા છે. બુધવારે શાકભાજીના લારીવાળાને કોરોના પોઝિટિવ આવતા આ બાબતે તંત્ર ચિંતિત બન્યું છે ગુરુવારે પ્રાંત અધિકારીએ એસ.પી સાથે બેઠક કરી હતી જેમાં શાકભાજીના ફેરિયાઓ બજારમાં કે રહેણાંક વિસ્તારમાં વેપાર ન કરવા દેવા માટેનો નિર્ણય લીધો હતો સૂચના આપવા છતાં બજારમાં કે રહેણાંક વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરતાં જણાશે તો લારીઓ જપ્ત કરી લેવામાં આવશે તેમ પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો