• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hospital Staff, Grocery Dealers, Milk Parlors Medical Store Administrators Will Not Be Able To Work Without A Permission Card

હોસ્પિટલ સ્ટાફ, કરિયાણા વેપારી,દૂધ પાર્લર- મેડિકલ સ્ટોરના સંચાલકો પરવાનગી કાર્ડ વિના ફરી શકશે નહીં

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ નગરપાલિકા ખાતે કાર્ડ ઈશ્યુ કરાવવા વેપારીઓની ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. - Divya Bhaskar
પાટણ નગરપાલિકા ખાતે કાર્ડ ઈશ્યુ કરાવવા વેપારીઓની ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી હતી.
  • જરૂરી ચીજવસ્તુઓનો દુકાનોમાં પૂરતો સ્ટોક કોઈ ગ્રાહક છેતરાય નહીં
  • પરવાનગી કાર્ડ કાઢવાની કાર્યવાહી શરૂ, ધંધા માટે પાલિકા- વાહન માટે પ્રાંત કચેરી માંથી નીકળશે

પાટણ: શહેરમાં સામાન્ય વસ્તુઓ ખરીદવા માટેના બહાના કાઢી લોકો બહાર આવી રહ્યા છે જેથી હવે તેમને રોકવા અને કામ સિવાય બીજા લોકો બહાર ન આવે માટે આવશ્યક વસ્તુઓના સ્ટોર વાળાઓને ઘરમાંથી બહાર આવવા માટેના કાર્ડ પાલિકામાં ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે . આવશ્યક ચીજવસ્તુના પરીવહન વાહનો માટે પ્રાંત કચેરીમાં કાર્યવાહી શરૂ કરાઈ છે .જે લોકોને ઇમરજન્સી સેવા કે ખરેખર આવશ્યક વસ્તુઓની જરૂર છે તે જ માણસોની ખાતરી કર્યા બાદ જ જવા દેવામાં આવશે કામ વગર બહાર આવતા લોકો પકડાશે તો તેમના પર કડક કાર્યવાહી કરીશું તેમ કલેકટર જણાવ્યું હતું. શહેરમાં પસાર થવા માટે વાહનો સહિતના પાસ ઈશ્યુ કરાઈ રહ્યા છે. ધંધા માટે નગરપાલિકા અને વાહન માટે પ્રાંત કચેરી ખાતે પાસ કાઢવાની કામગીરી શરૂ કરાતાં વેપારીઓ સહિતની ભીડ જમી છે.

21 દિવસનો લોકડાઉન લાંબો છ, તેનું નુકશાન સહન કરી લેશું : વેપારી
પાટણ શહેરમાં જનતા કરફ્યુ બાદ 21 દિવસનો લોકડાઉનનો અમલ  કરવામાં આવતાં જીવન જરૂરી  ચીજ વસ્તુઓની દુકાનોને બાદ કરતાં અન્ય વેપાર રોજગાર  સદંતર બંધ છે. વેપારીઓને આમાં મોટી અસર થશે પણ હિંમત હાર્યા  નથી. વેપારીઓએ કહ્યું કે  જાતે સાજા હશુ તો કાલે કમાઇ લઇશું .આ મહામારીથી બચવા ઘરમાં બેસી રહેવુું જરૂરી છે.શહેરના કે બહારના લોકોને મળવાનું ફોન પર થઇ શકે છે. સીધો સંપર્ક તો નહી થાય  અને તે જરૂરી છે. શહેરના ખેતરવસીમાં  જૈન ઉપાશ્રય મહોલ્લા પાસે રહેતા વાસણના વેપારી ભરતભાઇ શાહે જણાવ્યું કે કોરોના જે રીતે ફેલાઇ રહયો છે તે જોતાં બંધ રાખવો જરૂરી છે. આપણે જાતે સલામત હોઇશું તો કાલે કમાઇ લેશું.  જોકે આ રાષ્ટ્રીય ફરજ છે જે સાૈ કોઇ અદા કરી રહયા છે.  

અન્ય સમાચારો પણ છે...