તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન પંડ્યાએ કહે છે કે દોઢ વર્ષની દીકરીથી અળગા રહેવું ન ગમે, પણ આ કપરા સમયમાં ફરજ વધારે અગત્યની છે . ઇન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોલના માધ્યમથી જયશ્રીબેન સાથે વાત કરીને કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીના સમયમાં અહર્નિશ કાર્યરત કોરોના વોરિયર્સની ઉત્તમ સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કામગીરીની કદરથી ગર્વનો અનુભવ
જયશ્રીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, મારે દોઢ વર્ષની એક પુત્રી છે. એક માતા તરીકે સતત 21 દિવસ સુધી તેનાથી અળગા રહેવું સ્વાભાવિક જ ન ગમે, પરંતુ આવા કપરા સંજોગોમાં ફરજને ન્યાય આપવો એ મારી પહેલી જવાબદારી છે. હું છેલ્લાં 9 વર્ષથી સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું, પણ કદાચ મારી નિષ્ઠાપૂર્વકની કામગીરીના પરિણામે જ મારા જીવનમાં આવો અનુભવ પહેલી વખત થયો કે રાજ્યના મુખ્યમંત્રીએ મારી સાથે ફોન પર વાત કરી હોય, મારી કામગીરીની કદર થઈ છે, એના કારણે ગર્વની લાગણી તો અનુભવું જ છું, સાથોસાથ મારી કામ કરવાનો ઉત્સાહ પણ બેવડાયો છે.
ઈન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે ઝૂમ કૉલ દ્વારા ધારપુર જનરલ હોસ્પિટલની સ્ટાફ નર્સની ઉત્તમ સેવાઓને બિરદાવી નર્સિસ ડેની શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી@InfoGujarat #COVID19 #CoronaWarriers #Patan #Nurses #Interaction #CM #Gujarat #Goverment #InternationalNursesDay pic.twitter.com/YpUktAgysK
— Info Patan GoG (@InfoPatan) May 12, 2020
દર્દીઓને દવા ઉપરાંત ભોજન પાણી મળી રહે તે જરૂરી
જનસામાન્ય પ્રત્યે સંવેદનાપૂર્ણ અભિગમ દાખવનાર મુખ્યમંત્રીએ જયશ્રીબેન સાથે તેમની કામગીરી અને ફરજ અંગે વાત કરી હતી. આ અંગે જયશ્રીબેને જણાવ્યું કે, આઇસોલેશન વોર્ડમાં ડૉક્ટર્સ દ્વારા COVID-19 પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી દવાઓ સહિતની સારવાર સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા ઉપરાંત દર્દીઓને પાણી અને ભોજન જેવી જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેનું અમે ધ્યાન રાખીએ છીએ. ખાસ કરીને મેડિકલ સારવારની સાથે દર્દીઓને સાઇકોલોજિકલ સપોર્ટની વધુ જરૂર હોય છે. જેથી તેઓ હતાશ ન થાય.
PPE કીટ સહિત જ આઈસોલેશન વોર્ડમાં પ્રવેશ
ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સ્વસુરક્ષાની વ્યવસ્થા અંગે વાત કરતાં જયશ્રીબેને જણાવ્યું હતું કે, દર્દીઓની સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં જતા પૂર્વે તેઓ PPE કીટ, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, ગ્લોવ્ઝ અને સેનેટાઇઝર્સ સહિતની વસ્તુઓ સાથે સજજ થઈને જ આઇસોલેશન વૉર્ડમાં પ્રવેશે છે. તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આ તમામ આવશ્યક સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તદુપરાંત, જરૂર જણાય ત્યાં હોસ્પિટલના ઉપરી અધિકારીઓનો સંપર્ક કરવાથી સંપૂર્ણ સહયોગ મળી રહે છે, જેથી વધુ સારી રીતે કામગીરી કરી શકે છે.
कोरोना के विरुद्ध इस युद्ध में शक्ति,संयम,सफलता का प्रतीक बनी हमारी नर्सेज़ #GujaratFightsCovid19 pic.twitter.com/idyPX55X8f
— Gujarat Information (@InfoGujarat) May 12, 2020
સોસાયટીએ 21 દિવસે આવકાર્યા ત્યારે ઉત્સાહ બેવડાયો
કોરોના વોરિયર્સ સાથેના નાગરિકોના દૃષ્ટિકોણ અંગે જયશ્રીબેન જણાવે છે કે, ‘પહેલાં સાત દિવસ સુધી આઇસોલેશન વૉર્ડમાં અને પછી 14 દિવસનો ક્વૉરન્ટીન પિરિયડ પૂરો કરીને જ્યારે 21 દિવસ પછી ઘરે ગઈ, તો મારી સોસાયટીના રહીશોએ પુષ્પવર્ષા કરીને મને આવકારી હતી. આ સન્માન મારું નથી થયું, એવા પ્રત્યેક કોરના વૉરિયરને આ માન મળ્યું છે, જેઓ ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર તરીકે પોતાની સેવા બજાવી રહ્યા છે. આનાથી મારો કામ કરવાનો ઉત્સાહ બેવડાયો છે.’
ફ્લોરેન્સ નાઇટિંગલેની દર્દીઓની સેવાની ભાવના જીવંત
‘લેડી વિથ અ લેમ્પ’ તરીકે જગવિખ્યાત નર્સ ફ્લોરેન્સ નાઇટિંગલે પણ આ જ ભાવના સાથે દર્દીઓની સેવા કરી હશે. આજે જયશ્રીબેન જેવા અનેક કોરોના વોરિયર્સ તેમની એ સેવા અને સ્વાર્પણની ભાવનાને જીવંત રાખી રહ્યાં છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.