તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમ્પલ:પાટણમાં શાકભાજીવાળા અને ધારપુરની નર્સને કોરોના

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણમાં નવા બે કેસ આવતા આંકડો 30 પર પહોંચ્યો : એક દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ: નવા 19 સેમ્પલ લેવાયા ,35 પેન્ડિગ
 • પાટણ શહેરના રાજકાવાડાને કન્ટેન્ટમેન્ટ ઝોન ઝોન જાહેર કરતા 98 ઘરોમાં 650 લોકો 28 દિવસ સુધી કેદ,તંત્ર દ્વારા સર્વે શરૂ

પાટણ શહેરમાં  વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા 60 વર્ષના પુરુષ અને ધારપુરમાં પોઝીટીવ દર્દીઓની સારવાર કરનાર 27 વર્ષની નર્સ કોરોના સંક્રમિત થતા  આરોગ્ય વિભાગ ફરી દોડતું થયું છે અને શહેરના  નવા કેસ વાળા વિસ્તારોમાં ઘરે ઘરે લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.શહેરમાં પ્રથમ કેસ નોંધાતા જ દર્દીનું મોત થતા બુધવારે બીજો કેસ નોંધાતા  તંત્ર દ્વારા ગંભીરતા થી લઈ બંને વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી સિલ કરી દેવાયો છે તેમજ આસપાસના એક કી. મી  માં આવેલ  મોહલ્લાને બફર ઝોનમાં સમાવેશ કરી લોકોને કામ સિવાય બહાર ન જવા કડક સૂચના આપવામાં આવી છે.ભીલવણ ગામમાં નવા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 3 લોકોને ક્વોરન્ટાઇન કરી ગામમાં પાંચમો કેસ નોંધાતા આરોગ્યની દસ ટિમો દ્વારા સર્વે કરી  શંકાસ્પદ દર્દીઓ શોધવા  કામે લાગી છે.બુધવારે જિલ્લામાં વધુ 2 પોઝીટીવ કેસ તેમજ  7 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા બે નવા કેસ નોંધાતા કુલ કેસ નો આંક 30 પહોચ્યો  છે.નવા 19 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 35 રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે.
બુધવારે જિલ્લામાં વધુ બે નવા કેસ નોંધાયા હતા. જેમાં શહેરના પોઝિટિવ પ્રથમ કેસ વાળા રાજકવાડા વિસ્તારને તંત્ર  દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે આરોગ્ય ની ટીમો મોડી રાત સુધી વિસ્તારમાં સર્વે કરી દર્દીના સંપર્ક માં આવેલા આઠ સભ્યોને ક્વોરન્ટાઇન  કરી વિસ્તારના અન્ય લોકોનો સર્વે શરૂ કરવામાં આવેલ છે બીજો કેસ નોંધાયેલ વેરાઈ ચકલા વિસ્તારમાં આરોગ્ય અને પોલીસની ટીમો પહોંચી  ઘરે-ઘરે  ટીમો દ્વારા સર્વે શરૂ કર્યો હતો. વિસ્તારમાં સ્પેશ્યલ આરઆરટી ટીમ દ્વારા વિસ્તારમાં વધુ શંકાસ્પદ દર્દી શોધવા માટે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં રાજકાવાડા માં વધુ કોઈ શંકાસ્પદ દર્દી મળી આવ્યો ન હતો.બુધવારે સાંજે વેરાઈ ચકલા વિસ્તારમાં ટીમે દર્દીઓ અને ક્લોઝ કોન્ટેકની યાદી તૈયાર કરવા કામે લાગી હતી.પોલીસ દ્વારા બન્ને કન્ટેન્ટમેન્ટ ઝોનનો મુખ્ય પ્રવેશ દ્વાર સિલ કરી વિસ્તારમાં પ્રવેશ અને બહાર જવા પર પ્રતિબંધ લગાવી ચુસ્ત પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી.કેસોના ભયને લઈ બન્ને વિસ્તારમાં રહીશો બહાર ન આવતા સન્નાટો છવાઈ ગયો હતો .
શાકભાજીવાળો અને નર્સ કોરોના સંક્રમિત
કેસ ; 1 પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારના રહેતા અને શહેરમાં શાકભાજી વેંચતા 60 વર્ષના ઇસમને ગળામાં તકલીફ અને તાવ જેવું લાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતા ડૉકટરો દ્વારા સારવાર ન કરી ધારપુર મોકલી આપ્યો હતો અને ત્યાં તેનું સેમ્પલ લેવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી લોકલ ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે.
કેસ :2 ધારપુર માં ફરજ બજાવતા 27 વર્ષના નર્સ આઇશોલેશન વોર્ડમાં પોઝિટિવ દર્દીઓની સારવારમાં હતા અને હોસ્પિટલમાં જ રહેતા હતા.તેમનો 13 મે ના રોજ સેમ્પલ લેવામાં આવતા સાંજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.પોઝિટિવ દર્દીઓની સારવાર દરમ્યાન સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો