તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પાટણમાં કોરોના ફ્રી સર્ટિ. વિના રિક્ષા નહીં ચલાવી શકાય

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રજિસ્ટર રિક્ષા ડ્રાઈવરોની આરોગ્યની ચકાસણી કરી સર્ટિ.અપાશે

પાટણમાં કોરોના ફ્રી નું સર્ટિફિકેટ વગર રિક્ષાચાલક રિક્ષા ચલાવી શકશે નહીં તેવો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તમામ રજિસ્ટર રિક્ષા ડ્રાઇવરોની તંત્ર દ્વારા આરોગ્ય તપાસણી કરાશે અને ત્યારબાદ તેમને કોરોના ફ્રી નું સર્ટિફિકેટ અપાશે. આ બાબતે રિક્ષા ડ્રાઇવર સાથે બેઠક કરાશે અને તેમાં તેમની સાથે આ બાબતની ચર્ચાઓ કરાશે.
 આરોગ્ય તપાસણી કરાવવા માટે જગ્યાઓ નક્કી કરાશે તેમ જ તેમને સમય પણ અપાશે. ત્યારબાદ જે રિક્ષા ચાલક પાસે કોરોના ફ્રી નું સર્ટીફીકેટ હશે તેઓ જ બજારમાં રિક્ષા લઈને ફરી શકશે સર્ટિફિકેટ વગર રિક્ષા ફેરવી શકશે નહીં. આ ઉપરાંત મુસાફર અને રિક્ષા ડ્રાઇવર વચ્ચે અંતર રહે તે માટે તે માટે તેઓ રિક્ષામાં પારદર્શક  કપડું રાખે તો એકબીજાનું ઇન્ફેક્શન ફેલાતું અટકે શકે  છે. આ બાબતે રિક્ષા ડ્રાઇવર સાથે બેઠક કરાશે અને તેમાં તેમની સાથે આ બાબતની ચર્ચાઓ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ..
આ નિયમ 18 મે થી અમલમાં આવશે, અને એ બધું જ જે તમે જાણવા માગો છો 
રિક્ષાચાલકોએ કોવિડ સીમ્ટમ ફ્રી પ્રમાણપત્ર 17 મે સુધીમાં સવારે 9:00 થી 12:00 દરમિયાન ડો. પ્રાપ્તિ પટેલ અર્બન હેલ્થ સેન્ટર પાલિકા ઓફિસ પાસે ડો સ્નેહા પટેલ અર્બન હેલ્થ સેન્ટર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે અને ડો બિન્દ્રા પટેલ મામલતદાર કચેરી( ભદ્ર) પાટણ ખાતે આરોગ્ય અધિકારી પાસેથી મેળવી રિક્ષાના આગળના ભાગે ચોંટાડી પરિવહન કરવાનું રહેશે. આ ઉપરાંત રિક્ષામાં રિક્ષાચાલક અને મુસાફર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે રિક્ષાચાલકે પારદર્શક પ્લાસ્ટિક કે કાપડ કે અન્ય કોઇ વ્યવસ્થા રીક્ષામાં કરવાની રહેશે. આ પદ્ધતિ 18 મે થી અમલમાં આવશે. આ નિયમની અવગણના કરનાર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51 થી 60 તેમજ ભારતીય દંડ સહિતાની કલમ 188 મુજબ કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો