તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:સુજલામ સુફલામ જળ અભિયાનને કોરોનાનું ગ્રહણ: શ્રમિકોના અભાવે 296 કામ અટવાયા

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 506 કામોના માસ્ટર પ્લાન્ટને સરકારે મંજૂરી આપી પણ 210 કામો જ શરૂ થયા

વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળ ઊંચા આવે તે માટે પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. જળ સંચયના 506 કામ કરવા માટેના માસ્ટર પ્લાન્ટને સરકારે મંજૂરી આપતા કામો શરૂ થઈ ગયા છે પરંતુ કોરોનાના કારણે શ્રમિકોના અભાવે જળ અભિયાનને કોરોના ગ્રહણ લાગ્યું છે. જેના કારણે હજુ માત્ર 201 કામો શરૂ થઈ શક્યા છે. વરસાદી પાણીનો વેડફાટ ન થાય તે માટે સરકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યુ છે. આ જળ અભિયાનમાં પાટણ જિલ્લામાં તળાવ ઊંડા કરવા ચેકડેમ બનાવવા જેવા વિવિધ પ્રકારના 506 કામો કરવા માટે તંત્ર દ્વારા તૈયાર કરાયેલા માસ્ટર પ્લાન્ટને સરકારે મંજૂરી આપી છે  જેને પગલે કામો શરૂ કરાયા છે. પરંતુ હાલમાં કોરોના કારણે પરપ્રાંત અને અન્ય જિલ્લાના શ્રમિકો વતનમાં માઇગ્રેટ થઈ જતા શ્રમિકોની અછત ઊભી થઈ છે. જેના કારણે તમામ કામો શરૂ થઈ શકતા નથી વિવિધ કારણોસર સુજલામ સુફલામ જળ અભિયાનના 296 કામો શરૂ થઈ શક્યા નથી મંજૂર થયેલા 506 કામો સામે માત્ર 210 કામો શરૂ થયા છે.જળ અભિયાનમાં ખેત તલાવડી અનુશ્રવણ તળાવો ચેકડેમ ડિસીલ્ટીગ ચેકડેમ રીપેરીંગ જળાશય ડિસીલ્ટીગ ટાંકી સંપ તેમજ આસપાસની સફાઈ તળાવ ઊંડા કરવા નદીની સફાઈ નવા ચેકડેમ નહેરોની સફાઈ પીવાના પાણીના સ્ત્રોત આસપાસની સફાઈ બોરવેલ રિચાર્જ માટીપાળા રેઇન વોટર હાર્વેસ્ટિંગ વોટર ડ્રેઇન અને સ્ટ્રોમ વોટર ડ્રેઇનની સફાઈ સહિતના કામો સુજલામ સુફલામ જળ અભિયાન મંજૂર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો