તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમિત:ભીલવણની મહિલાને રજા આપવાના દિવસે જ તેના સંપર્કમાં રહેતા પુત્ર, પૌત્ર, ભાણીને કોરોના પોઝિટિવ

પાટણ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણમાં મંગળવારે વધુ 27 ના રિપોર્ટ નેગેટિવ આવતાં નવો કેસ નહીં

પાટણમાં ભીલવણની મહિલાનો ચેપ પુત્ર પૌત્ર અને ભાણીને લાગતાં કોરોના સંક્રમિત થયા થયા છે. ત્યારે એક બાજુમાં જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલ જૂના 23 કેસના પોઝિટિવ દર્દીઓની સાથે રહેલા પરિવારના 100 સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 50 ક્લોઝ કોન્ટેક્ટના સેમ્પલ લેવાના બાકી છે. સોમવારે વધુ  27  રિઝલ્ટ નેગેટિવ આવતા કોઈ નવો કેસ બહાર આવ્યો ન હતો. ભીલવણ ગામમાં નવીન 3 કેસ બહાર આવતા આરઆરટી ટીમ સહિત આરોગ્યની ટીમોએ ફરી શંકાસ્પદ સંક્રમિત લોકોની શોધખોળ હાથ ધરી હતી. ધારપુરમાં પોઝિટિવ મહિલા સાજા થતાં રજા મળી હતી. પરંતુ એજ સમયે તેના પુત્ર પૌત્ર અને ભાણીને દાખલ કરતા પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી.
સરસ્વતીના ભીલવણ ગામની 65 વર્ષની મહિલાને સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવાના દિવસે તેમના સંપર્કમાં રહેતા પુત્ર, પૌત્ર અને ભાણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા જિલ્લામાં કેસનો આંક 26 પર પહોંચ્યો હતો ત્યારે નવા 3 કેસ આવતા એક જ ગામમાં કુલ 5 કેસો નોંધાતા ગામમાં ચેપ પ્રસરવાના ભયને લઇ સોમવારે આરઆરટી ટીમ ગામમાં પહોંચી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકોનો સર્વે હાથ ધર્યો હતો. સરપંચ સહિત ગામના યુવાનો અને પોલીસ મળી ગામમાં પહેરેદારી વધારી લોકોને કામ સિવાય ઘરની બહાર પ્રતિબંધ મૂકી ગામમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવ્યું હતુ.
ક્લોઝ કોન્ટેક્ટના 100 સભ્યોના રિપોર્ટ નેગેટિવ 
જિલ્લામાં 9 મે સુધી નોંધાયેલ 23 જૂના કેસના કુલ 169 ક્લોઝ કોન્ટેકના ( પરિવાર)  સભ્યો છે. જેમના અત્યાર સુધીમાં કુલ 169 પૈકી 119 લોકો સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 100 સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 26 કેસ પૈકી 19 કેસ ક્લોઝ કોન્ટેક માંથી પોઝિટિવ આવ્યા છે.50 સભ્યોના સેમ્પલ લેવાના બાકી છે.
પોઝિટિવ કોરોનાગ્રસ્ત કુટુંબની કહાની | મને રજા આપી મારા પુત્ર ,પૌત્ર અને ભાણીને દાખલ કર્યા કહી મહિલા રડી 
ભીલવણની મહિલા  કોરોના સામે જંગ જીતતા રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રજાના કલાકો બાદ તેના સંપર્કમાં આવેલા પુત્ર,પૌત્ર અને ભાણીને સેન્ટર ખાતે રિપોર્ટ પોઝિટિવ આવતા તેનો ચેપ લાગ્યો હોવાનું સાંભળતા જ મહિલા તૂટી પડી ખૂબ રડી હોવાનું સ્ટાફ નર્સે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો