તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લોકડાઉનનો ભંગ કરતાં 89 લોકો વિરુદ્ધ ફરિયાદ

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા અને બિનજરૂરી આંટાફેરા મારતા શખ્સો સામે પોલીસની લાલ આંખ

લોકડાઉનનું પાલન ન કરતા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાટણ જિલ્લામાં અનઅધિકૃત રીતે પ્રવેશતા તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવતા શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છેે. સોમવારે લોકડાઉન નો ભંગ કરતા 89 લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી સોમવારે સોશિયલડિસ્ટન્સ નો ભંગ કરતા 43 લોકો સામે જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખતાં 15 વેપારીઓ સામે બિનજરૂરી ઘરની બહાર નીકળી આંટાફેરા મારતા 21 લોકો સામે તેમજ મોર્નીંગ અને ઈવનીંગ વૉક કરતા ત્રણ વ્યક્તિઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી ઉપરાંત બિનજરૂરી બહાર નીકળતા 120 વાહનો ડિટેઇન કર્યા હતા અસરગ્રસ્ત વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે પાટણ જિલ્લામાં પ્રવેશ કરતા પાંચ લોકો સામે તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાટણ જિલ્લામાં આવી ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવનાર બે વ્યક્તિઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો