તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારપીટ:કમાલપુરના જીઆરડી પર હુમલો કરનાર શખ્સની પાસા હેઠળ ધરપકડ

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મારે અહીં પોલીસ જોઈએ નહી કહી લાઠીથી માર માર્યો

રાધનપુર તાલુકાના કમાલપુર ગામના જી.આર.ડી પોલીસ જવાન બળદેવભાઈ મગનભાઈ પ્રજાપતિ 7 એપ્રિલના રોજ રાધનપુર ખાતે બંદોબસ્તની ફરજમાંથી પોતાના ઘરે જતા હતા તે વખતે માંજુવાસ ગામનો પ્રતાપભાઈ નીલાભાઇ કોલીએ અન્ય એક શખ્શ સાથે મળી પોલીસની વર્ધીમાં અહિં શા માટે આવ્યો છે મારે અહીં પોલીસ જોઈએ નહીં તેમ કહી જી આર ડી પોલીસ જવાનના હાથમાંથી લાઠી પડાવી લીધી હતી અને સરકારી લાઠી વડે આડેધડ મારપીટ કરી યુનિફોર્મ ફાડી નાખ્યો હતો અને મોબાઇલ તેમજ પાકીટની લૂંટ કરી હતી આ બાબતે રાધનપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી થઈ હતી આ મામલામાં એસપી અક્ષયરાજ મકવાણાએ પાસા દરખાસ્ત કરવા માટે સુચના આપતા જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણએ આ શખ્સની પાસા નીચે અટકાયત કરી મધ્યસ્થ જેલ લાજપોર ખાતે મોકલી આપવા હુકમ કરતા સોમવારે તે શખ્સની અટકાયત કરી મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવા માટે તજવીજ હાથ ધરી હતી તેવું એલસીબી પોલીસે જણાવ્યું હતું.તંત્ર સામે આવા કૃત્ય કરનાર સામે કાયદેસર કરાશે તેમ જણાવ્યુ હતુ. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો