સેવાની સુવાસ: પાટણના બેબાશેઠ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવશે

કોરોના ઇફેક્ટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકો ના ઘર સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ

પાટણ: કોરોનાના રોગચાળાને અંકુશમાં લેવા કરાયેલા લોકડાઉનના આદેશને પગલે છુટક મજુરી કરી જીવન નિર્વાહ કરતા અનેક લોકો ની રોજીરોટી છીનવાઈ ગઈ છે ત્યારે પાટણ શહેરના જરૂરિયાત મંદ લોકો ને ભોજનની તકલીફ ના પડે તે માટે દાતા બેબાભાઈ શેઠે દરરોજ સવારે 12000 અને સાંજે 12000 લોકોના ભોજનની વ્યવસ્થા કરી  ગુરુવારથી આ સેવાકીય કાર્ય નો પ્રારંભ કર્યો છે. સતત એક માસ સુધી દરરોજ સવાર-સાજ જરૂરિયાત મંદ લોકોના ભોજનની જવાબદારી તેમના શિરે લઈ લીધી છે. તેઓ જરૂરિયાત મંદ લોકો માટે ભોજન પાછળ દરરોજ અંદાજે 2.50 લાખનો ખર્ચ કરશે.

લોકો ના ઘર સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ
પાટણ શહેર ના તમામ  જરૂરિયાત મંદ લોકોને સવાર-સાંજ ભોજન મળી રહે તે માટે ગુરુવારથી રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. સવારે 6000 લોકો માટે ખીચડી શાક અને સાંજે 8000 લોકો માટે વઘારેલી ખીચડી અને કઢી બનાવવામાં આવી હતી પાટણ જિલ્લા કેટર્સ એસોસિએશન દ્વારા રસોઈ બનાવવાની ની જવાબદારી ઉપાડી લેવામાં આવી છે 10 થી 15 યુવાનો રસોડામાં સેવા આપી રહ્યા છે જરૂરિયાત મંદ લોકો ના ઘર સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દરેક વોર્ડમાં વાહન મારફતે ભોજન પહોંચાડવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી ભોજન પહોંચાડવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓના યુવાનોની  11 ટીમો કામે લાગી છે. 

અન્ય સમાચારો પણ છે...