ઉત્તર ગુજરાત યુનિ.ની ભરતી પરીક્ષાની તપાસમાં કોઇ ગેરરીતિ ન જણાતાં 42 કલાર્કની ભરતી કરાઈ

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નિર્ણય| ટેકનિકલ આસિસ્ટન્ટની ભરતી રદ થતાં હવે ફરી પરીક્ષા લેવાશે

પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં શુક્રવારે કારોબારી બેઠકમાં લાંબા સમયથી વિવાદમાં સપડાયેલ ભરતી પરીક્ષા મામલે 42 કલાર્કની જગ્યાની ભરતી માન્ય રાખી  મેરીટ આધારે પસંદગી કરી દેવામાં અાવી હતી. જેની યાદી  બે દિવસમાં  વેબસાઈટ પર મુકાશે. જોકે   લાયબ્રેરી આસિસ્ટન્ટની પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો અને અનેક ભૂલો હોવાની રજૂઆતના પગલે 40 ઉમેદવારોની પરીક્ષા રદ કરી ફરીથી લેવાનો નિર્ણય લેવાયો હતો. યુનિવર્સિટીમાં શુક્રવારે કુલપતિ ડૉ. જે.જે. વોરાની અધ્યક્ષતામાં ઇસી બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વહીવટી કામો સહિત લાંબા સમયથી પેન્ડિંગ પડેલ ભરતી પરીક્ષાઓના નિર્ણય મામલે ચર્ચા બાદ સરકારમાંથી લેવાયેલ મૌખિક અભિપ્રાયમાં નકારાત્મક જવાબ ન આવતા ભરતી બાબતે કાર્યવાહી કરાઇ હતી. જેમાં પ્રથમ 17 ક્લાર્ક અને બીજી ભરતીમાં 25 કલાર્કની પરીક્ષામાં મેરીટ અને સરકારની અનામતની ગાઈડ લાઈન મુજબ  42 ઉમેદવારોની પસંદગીને મહોર મારવામાં આવી હતી.  ટાઈપિસ્ટની ચાર જગ્યાનીપ્રેક્ટિકલ પરીક્ષા ટૂંક સમયમાં લઇ  મેરીટ બનાવી ભરતી કરાશે. પી એ ટુ રજીસ્ટરની ભરતી પ્રક્રિયાનુ આયોજન હાથ ધરાશે.

ભરતીમાં થયેલા આક્ષેપોમાં કોઇ તથ્ય નહતું
 સરકારમાં તમામ માહિતીઓ આપી હતી. સરકારમાંથી  હકારત્મક અભિપ્રાય સાથે ભરતી પ્રકિયા આગળ વધારવા  જવાબ આપ્યો છે જેથી આજે નિયમ અનુસાર જ ભરતી પ્રકિયા કરી છે. તમામ માહિતી તૈયાર કરી બે દિવસમાં યુનિની વેબસાઇટ પર સિલેક્શન કરેલ ઉમેદવારોની યાદી સહીતની વિગતો મૂકવામાં આવશે 

અન્ય સમાચારો પણ છે...