તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:ફિલિપાઇન્સથી પરત આવેલા 11 છાત્રો પાટણ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં કવોરન્ટાઇન

પાટણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ ન ફેલાય તે માટે વિદેશથી પરત આવતા વિદ્યાર્થીઓ,પ્રવાસીઓ સહિતના નાગરિકોને સ્પોર્ટ્સ હોસ્ટેલ અને હોટલોમાં ક્વોરન્ટાઇન કરાશે

કોરોના મહામારીમાં વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ,પ્રવાસીઓને ભારત પરત લાવવાનું શરૂ કર્યું છે ફિલિપાઇન્સથી મહેસાણા જિલ્લાના વિસનગર તેમજ આસપાસના જિલ્લાના 11 વિદ્યાર્થીઓને હવાઈ માર્ગે પરત લાવી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તેમને પાટણ જીમખાના મેદાનમાં સ્પોર્ટ હોસ્ટેલ ખાતે 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કર્યા છે. તેમને ભોજન અને રહેવા સહિતની સુવિધા ફ્રી અપાશે.
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વિદેશથી પરત ફરતા તમામ પ્રવાસીઓને 14 દિવસ સુધી વતનની બાજુના જિલ્લામાં ક્વોરન્ટાઇન કરવાની સરકારની ગાઇડ લાઇન છે ત્યારે આ પ્રવાસીઓને કવોરન્ટાઇન રાખવા માટે પાટણ જીમખાના મેદાનમાં આવેલી 200 લોકોને રહેવાની કેપીસીટિ ધરાવતી સ્પોર્ટ હોસ્ટેલને તંત્રએ કવોરન્ટાઇન ફેસેલીટી સેન્ટર તરીકે  પસંદગી કરી છે. ફિલિપાઇન્સના મલીનાથી મંગળવારે આવેલા 11 વિદ્યાર્થીઓને આ કવોરન્ટાઇન ફેસેલીટીમાં રાખ્યા છે. સરકારમાંથી જેટલા પ્રવાસીઓનું લિસ્ટ આવશે તેમને આ ફેસિલિટી સેન્ટરમાં રખાશે. આ ઉપરાંત વિદેશથી આવતા પ્રવાસીઓ હોટલમાં પેઈડ સુવિધાથી પણ ક્વોરન્ટાઇન થઈ શકશે ત્યારે પાટણની રવેટા હોટલ સાથે તંત્રએ સંપર્ક કર્યો છે કોઈ પ્રવાસી કવોરન્ટાઇન માટે પેઈડ સુવિધા મરશે તો રવેટા હોટલમાં 16 રૂમની વ્યવસ્થા છે તેમને સુવિધા અપાશે.
મેડિકલ ની ટીમ તૈયાર રખાઇ
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે વિદેશથી પરત આવતા પ્રવાસીઓને એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવે છે આ ઉપરાંત ક્વોરન્ટાઇન સેન્ટર પર આરોગ્ય ચકાસણી કરાઈ છે તેમજ મેડિકલ ઓફિસર સહિત આરોગ્યની ટીમ તૈયાર રાખવામાં આવી છે. તેની પ્રવાસીઓ પર સીધી દેખરેખ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો