તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:45 ડિગ્રી ગરમી વચ્ચે કેન્સરગ્રસ્ત મહિલા હોમગાર્ડ જવાનની ફરજ

પાલનપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરની મહિલા હોમગાર્ડ જવાનને કેન્સરની ગંભીર  બિમારી હોવા છતાં કોરોના સામેના જંગમાં ઝુકાવી સમાજસેવા કરે છે.કોરોના સંદર્ભે લોકડાઉન થયું ત્યારથી તેઓ પાલનપુર શહેરમાં વિવિધ સ્થળો પર ડ્યુટી બજાવે છે. અત્યારે તેઓ પાલનપુરના ગઠામણ ગેટ પોઇન્ટ પર સેવા આપે છે.  પાલનપુરમાં મહિલા હોમગાર્ડ જવાન તરીકે સેવા આપતાં જમનાબેન રમેશભાઈ પરમારને અંડાશયના કેન્સરની ગંભીર બિમારી હોવા છતાં તેઓ સમાજસેવા માટે અત્યારે હોમગાર્ડ જવાન તરીકે ડ્યુટી બજાવે છે. દોઢ વર્ષ પહેલાં સ્ટર્લિન હોસ્પીટલ અમદાવાદમાં તેમણે ત્રણ ઓપરેશન કરાવ્યા હતા તેમજ અત્યારે પણ સ્ટર્લિન હોસ્પીટલ અમદાવાદની દવા ચાલે છે. તેમણે જણાવ્યું હતું કે સેવા કરવા માટે જ હું હોમગાર્ડમાં ભરતી થઇ છું અને આવા કપરા સમયમાં સેવા ન આપુ તો કેમ ચાલે? હું 22 વર્ષથી હોમગાર્ડમાં સેવા આપુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો