તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહીવટી તંત્ર:સેમ્પલ લેવાની કામગીરી પર રોક, 3 દિવસમાં માત્ર 17 સેમ્પલ જ લેવાયાં

પાલનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિઝલ્ટમાં ફેરફાર આવતા વહીવટી તંત્ર દ્વારા બ્રેક લગાવાઈ હોવાની શક્યતા

ક્લોઝ હિસ્ટ્રી ધરાવતા લોકોની સંખ્યા જિલ્લામાં 1 હજાર કરતા વધુ હોવા છતાં સેમ્પલ લેવાની કામગીરી પર અચાનક રોક લગાવવામાં આવી છે. છેલ્લા 3 દિવસમાં માત્ર 17 સેમ્પલ જ લેવાયાં છે. જેનું કારણ રિઝલ્ટમાં અવાર-નવાર ફેરફાર આવતા સેમ્પલ લેવાની કામગીરીમાં બ્રેક લગાવાઈ હોવાની શક્યતા હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે આ સ્થિતિ હજુ કેટલા દિવસ રહેશે તેની પર સવાલ છે.  બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની સિવિલમાં અત્યાર સુધીમાં 605 સેમ્પલ લેવાયા હતા. જ્યારે ડીસાની ગાંધી લિંકન હોસ્પિટલમાં 519 સેમ્પલ લેવાયા છે. જ્યારે અન્ય રીતે આવેલા અને જિલ્લાના મળી કુલ 1199 સેમ્પલ લેવાયાં હતા. જેમાંથી 7 ટકા પ્રમાણે 84 સેમ્પલ પોઝિટિવ આવ્યા. 25 જણા હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે ગયા છે, જ્યારે 56 જણા હજુ સારવાર હેઠળ છે. 3 જણાની અગાઉ અન્ય બીમારીઓના લીધે મોત થયા હતા. જ્યારે-જ્યારે પણ સેમ્પલના રિઝલ્ટ આવે છે ત્યારે પોઝિટિવ દર્દીઓ હોવાનું જાહેર થાય છે અને આરોગ્ય વિભાગની ટીમના સંશોધન પ્રમાણે પોઝિટિવ આવેલા દર્દીઓના ક્લોઝ આવેલા લોકોની સંખ્યા 1400 કરતા વધુ છે જે પૈકીના 1199 લોકોના સેમ્પલ લેવાઈ ચુક્યા હતા.  આમ બનાસકાંઠા જિલ્લાનું ચિત્ર ગંભીર હોવા છતાં પાછલા ત્રણ દિવસમાં માત્ર 17 જ સેમ્પલ લઈને જાણેકે સમગ્ર કામગીરી પર રોક લગાવવામા આવી હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે.  આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે સિવિલમાં દાખલ દર્દીઓના સેમ્પલ વારંવાર પોઝિટિવ અને નેગેટિવ આવતા હતા. જે દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવે તેમનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવી જતો હતો. જેથી હાલમાં સેમ્પલ લેવાની કામગીરી પર રોક લગાવવામાં આવી છે જે ફરી શરૂ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો