તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને પગલે મંગળવારથી પાલનપુરને સજ્જડ બંધ રાખી લોકડાઉનના પાલન કરવાના વેપારીઓના નિર્ણયને બહોળો પ્રતિસાદ મળ્યો છે.શહેરમા મંગળવારે દુધ તેમજ મેડીકલ સિવાયની તમામ દુકાનો બંધ રહેતા સમગ્ર શહેર સુમસામ ભાસી રહ્યુ હતુ.પરંતુ કેટલાક લોકો હજુ સુધી શહેરની સ્થિતી જોવા વિવિધ બહાના હેઠળ નિકળ્યા તો પોલીસ જવાનોએ તમામને પરત ઘરે મોકલી દીધા હતા.
પાલનપુરમા કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવતા જ હાહાકાર મચ્યો છે.ત્યારે પાલનપુર શહેરમા વેપારીઓને અલગ અલગ એસોશિયનોએ વહીવટી તંત્ર સાથે રહી મંગળવારથી રવિવાર સુધી પોતાના વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય કર્યો છે.જેને લઇ મંગળવારે નિર્ણયના પ્રથમ દિવસે શહેરની સ્થિતી જાણવા ભાસ્કર ટીમે પ્રયાસ કર્યા હતો.6:53એ શહેરના ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમા લોકડાઉન દરમ્યાન ભરાતુ શાકમાર્કેટ સમસામ જોવા મળ્યું હતુ.શાકભાજી કે ફ્રૂટની એક પણ લારી જોવા મળી ન હતી.7:13એ નગર પાલિકા વિસ્તારમાં ભરાતા હોલસેલ શાકમાર્કેટ વેપારીઓની બુમાબુમથી ધમધમતુ હોલસેલ માર્કેટ પણ સુમસામ ભાસી રહ્યુ હતુ. 8:26એ જ્યારે કરીયાણાની મોટાભાગની દુકાનો ધરાવતા બારડપુરા વિસ્તારમાં કોઇ હતુ જ નહી.ફક્ત એક મેડીકલ ખુલ્લી હતી.જેમા 4-5 ગ્રાહકો દવા ખરીદી રહ્યા હતા.8:53એ અમીરરોડ વિસ્તારની વાત કરીએ તો ત્યા પણ કોઇ જ લારી કે કોઇની હિલચાલ જોવા મળી ન હતી.9:22એ ગુરૂનાનક ચોકમા ડીવાયએસપી સહીત પોલીસ કાફલો પોલીસ ચેક પોઇન્ટ પર ખડેપગે હતો.અને શહેરમા પ્રવેશતા વાહન ચાલકોને કારણો પુછી રહ્યા હતા.9:30એ શહેરના પશ્ચિમ પોલીસ વિસ્તારમા કોઝી સર્વીસ રોડ પર ભરાતા શાકમાર્કેટ નજીક પહોચ્યા તો ત્યા પણ કોઇ જ હિલચાલ હતી નહી.કોઝી પોલીસ પોઇન્ટ પર પોલીસ જવાનો વાહન ચાલકોને કારણ પુછી રહ્યા હતો.તો વળી કેટલાક ઘરમાં ન રહેવાની ટેવવેળા લોકો શાકભાજીના બહાને બજારમા રાઉન્ડ લગાવવા નિકળી પડ્યા હતા.તો પોલીસ કામ વગર બહાના બનાવી નીકળી પડેલા લોકોને પરત ઘરે મોકલી રહ્યા હતા.ત્યારે લોકડાઉન દરમ્યાન 12 વાગ્યા બાદ જોવા મળતી સ્થિતી આજે શહેરની વહેલી સવારથી જોવા મળી હતી.
શહેરની સ્થિતિ જોવા વિવિધ બહાના હેઠળ નિકળ્યા તો પોલીસે ઘરે મોકલી દીધા
પાલનપુર શહેરમાં મેડીકલ અને દૂધની દુકાનો સિવાય બધી દુકાનો બંધ રહેતાં શહેરમાં સન્નાટો જોવા મળ્યો હતો.તો બીજી બાજુ શહેરની સ્થિતી જોવા વિવિધ બહાના હેઠળ નિકળ્યા તો પોલીસ જવાનોએ તમામને પરત ઘરે મોકલી દીધા હતા.
કોઈ ચીજ વસ્તુઓના ભાવ ન વધે: રહીશો
લોકડાઉનનો પાલન સરકાર દ્વારા નહિ પણ વેપારી સંગઠનો દ્વારા છે. ત્યારે જરૂરી એ છે કે આવનાર દિવસોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવો ન વધે. સરકાર દ્વારા આ બાબતે ફ્લાઈંગ સ્ક્વોડ રચી તેની પર ધ્યાન પણ રાખે તેવી માંગ ઊઠી છે.બીજી સોમવારે પાલનપુર શહેરના કેટલાક વેપારીઓએ ચીજવસ્તુઓના વધુ ભાવ વસુલ્યા હોવાની પણ લોકોમાં ફરિયાદ ઊઠી હતી.પાંચ દિવસના બંધ બાદ દુકાનો ખુલશે ત્યારે લોકો ખરીદવા માટે ઊમટી પડશે જેના કારણે ભીડ પણ વધશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.