તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમિત દર્દી:ચોથા દિવસે પણ એક પણ સેમ્પલ ન લેવાયું, 368 સેમ્પલ એકલા પાલનપુરથી લેવાયાં જેમાંથી 39 પોઝિટિવ

પાલનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાછલા ચાર દિવસથી સેમ્પલ લેવાની પ્રક્રિયા બંધ છે.તેવામાં હાલ આઇસોલેશન વોર્ડમાં જે લોકો સારવાર હેઠળ છે તેમના રિપોર્ટ મોકલી ચેક કરવામાં આવી રહ્યા છે કે હજુ કોરોના વાયરસથી સંક્રમિત છે કે કેમ? જોકે પાલનપુરના આઇસોલેશન વોર્ડમાં દાખલ મોટા ભાગના દર્દીઓ સ્વસ્થ છે.શરૂઆતમાં જેમને તાવ શરદીના લક્ષણો હતા તેઓ પણ હાલમાં સારૂ અનુભવી રહ્યા છે.જિલ્લામાં કોરોનાના 1200 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા તેમાં સહુથી વધુ તાલુકામાંથી વધુ સેમ્પલ લેવાતા અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા સહુથી વધુ 39 સામે આવી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે "કોરોના મહામારી હવે વ્યક્તિની લાઈફ સ્ટાઈલ બદલશે.તેના જાહેર જીવનમાં અનેક બદલાવ લાવવા અસરકારક સાબિત થશે.સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન હવે જીવનનો અભિન્ન હિસ્સો બની જશે.નાક મ્હો કે આંખ પર વારંવાર હાથ લગાડવાની ટેવમાંથી બહાર નીકળવું પડશે. તેમજ વારંવાર હાથ ધોવાની ટેવ રાખવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો