તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જંગ:દાંપત્ય જીવન શરૂ કરતાં પહેલા નવપરિણીત યુગલે PM cares Fundમાં રૂ. 1,11,111નો ચેક અપર્ણ કર્યો

પાલનપુર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાંતા મામલતદારની પરમિશન બાદ 20 મહેમાનોની હાજરીમાં લગ્ન યોજાયા
 • સગાસંબંધીઓ અને મિત્રોની મળેલી ભેટોની રકમમાં ઉમેરીને રાહતનિધિમાં ફંડ જમા કરાવ્યું

કોરોના વાઈરસના કહેર વચ્ચે રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરાયું છે. દરમિયાન કેટલાય સામાજીક અને ધાર્મિક પ્રસંગો બંધ થઈ ગયા છે. ત્યારે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સાદગી અને માત્ર 20 લોકોની હાજરીમાં લગ્ન યોજાયા હતા. નવવિવાહિત યુગલે તેમને મળેલી ભેટસોગાદોની રકમમાં બાકીના રૂપિયા ઉમેરીને રૂ. 1,11,111નો ચેક પ્રધાનમંત્રી રાહતનિધિ ફંડમાં જમા કરાવ્યો છે. યુગલે બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેને રૂ.1.11 લાખનો ચેક અર્પણ કરીને કોરોના સામેની જંગમાં પોતાનો ફાળો આપ્યો હતો.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે લગ્ન

ગઈકાલે અંબાજી ખાતે જીમી પંડ્યાના વડોદરાની મૈત્રી શેઠ સાથે લગ્ન થયા હતા. લગ્ન પ્રસંગને દાંતા મામલતદાર દ્વારા આપેલી ખાસ પરમિશન બાદ યોજવામાં આવ્યા હતા. તેમાં બંને પરિવારમાંથી માત્ર 20 સભ્યો જ હાજર રહ્યા હતા અને લગ્ન પ્રસંગ ઉજવાયો હતો. તમામનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. તમામે મોંઢે માસ્ક બાંધ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું.

લગ્નમાં આશીર્વાદ માટે દાન
પી.એમ. કેર ફંડમાં બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલેને અર્પણ કરીને નવવિવાહિત યુગલે જણાવ્યું હતું કે, અમારા લગ્નપ્રસંગે અમે સેવાકીય કાર્ય દ્વારા આશીર્વાદ મેળવવાનું નક્કી કર્યુ હતું. અમારા આ વિચારને અમારા પરિવારે આનંદ સાથે સમર્થન આપ્યું છે. અમારા લગ્ન ખૂબ જ સાદગીથી માત્ર 20 માણસોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. પ્રસંગને અનુરૂપ સ્વજનો, મિત્રો તરફથી શુભેચ્છારૂપે જે ભેટ, પૈસા મળ્યા તેમાં ખૂટતી રકમ અમે ઉમેરીને આજે પી.એમ. કેર ફંડમાં ચેક અર્પણ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો