કોરોના ઇફેક્ટ:બનાસકાંઠામાં 20 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્નપ્રસંગ કરી શકાશે

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

બનાસકાંઠા જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી લગ્નપ્રસંગ માટે શરતી મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. જિલ્લામાં લોકડાઉન અમલી હોવા છતાં લગ્ન પ્રસંગોની ઉજવણી માટે શરતી છૂટછાટ આપવામાં આવનાર છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ માત્ર 20 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્ત અમલ કરી લગ્ન પ્રસંગ ઉજવાશે. જોકે કોરોના પ્રભાવિત હોટસ્પોટ કે કન્ટેઇનમેન્ટ જાહેર કરેલા વિસ્તારોમાં આ પ્રકારે લગ્ન માટે મંજૂરી નહિ મળે. અન્ય વિસ્તારોમાં પણ કોરોના પ્રભાવિત વિસ્તારના લોકો લગ્નપ્રસંગની ઉજવણીમાં ભાગ લેવા નહિ જઇ શકે.ઉપરાંત શરતનો કોઈપણ રીતે ભંગ કરનાર પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...