તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોર્ટ સર્કિટ:પાલનપુરમાં હાર્ડવેરના ગોડાઉનમાં આગ

પાલનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન,ભારે જહેમત બાદ કાબુ મેળવાયો

પાલનપુર બસ સ્ટેન્ડ નજીક હાર્ડવેરના ગોડાઉનમાં બુધવારે બપોરે શોર્ટસર્કિટને કારણે ભીષણ આગ લાગતાં ગોડાઉનમાં પડેલો હાર્ડવેરનો માલ સામાન બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ પાલિકાના ફાયર ફાઇટરને થતા ફાયર ફાઇટરે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પાલનપુરના બસ સ્ટેન્ડ નજીક ગિરધર પટેલ માર્ગ પર વેસ્ટર્ન હાર્ડવેરનું ગોડાઉન આવેલું છે. જોકે લોક ડાઉનને કારણે ગોડાઉન બંધ હતું. પરંતુ બુધવારે બપોરે અચાનક શોર્ટસર્કિટના કારણે ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી હતી. થોડીક જ ક્ષણોમાં આગ એટલી વિકરાળ બની કે ગોડાઉનમાં પડેલો મોટાભાગનો સરસામાન બળીને ખાખ થઇ ગયો હતો. પરંતુ આગની જ્વાળાઓ ગોડાઉન બહાર દેખાતા સ્થાનિકોએ ગોડાઉન માલિકને ઘટનાની જાણ કરી હતી. જેને પગલે ગોડાઉન માલિકે દોડી આવી પાલનપુર પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો