તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારીએ ગંભીર સ્વરૂપ લીધું છે. સંક્રમણ હવે ખૂબ જ ઝડપથી એકબીજામાં ફેલાવા લાગ્યું છે. જોકે જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી છે તેમનામાં લક્ષણો બહાર આવતા નથી પરંતુ તેઓ પોતાનો ચેપ બીજાને અવશ્ય લગાડી દે છે. આવા સંજોગોમાં એક નાનકડી ભૂલ તમને ક્યાંક ભારી ન પડી જાય તે જોવાનો સમય આવી ગયો છે.
પાલનપુર તાલુકાના ગઠામણ ગામના સોમભાઈના લીધે ગામના 20 લોકો સંક્રમિત થયા. જેઓ કોઈ બેસણામાં દિલસોજી પાઠવવા ગૂપચુપ ગયા હતા. તેવી જ રીતે જિલ્લામાં 35થી વધુ એવા લોકોને સંક્રમણ થયું છે જેઓ અમદાવાદ કે અન્ય ચેપગ્રસ્ત વિસ્તારથી આવેલા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે "કોરોના વાયરસના કેટલાક કેરિયર એવા છે જેઓ સાયલન્ટ વર્ક કરે છે. જેના થકી એકથી બીજામાં બીજાથી ત્રીજામાં ધીરે-ધીરે આગળ વધતું રહે છે. આ ચેનને તોડવા 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવું એક જ ઉપાય છે. એટલે જ સંક્રમિત વ્યક્તિના નજીક રહેલાને ફેસિલિટર ક્વોરન્ટાઇનમાં રખાય છે.’
આ ત્રણ કિસ્સા જેમાં સંક્રમણ બાદ મોત થયા, જોકે તેઓ પહેલાથી જ બીમાર પણ હતા
- બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામની વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું જે 3 મહિના પહેલા મુંબઈથી આવ્યા હતા. અનેક લોકો ખબર અંતર પૂછવા આવતા હતા. જેથી સંક્રમણ થયું અને એ મોતને ભેટ્યા.
- બીજા કિસ્સામાં ધાનેરાનો અમદાવાદથી આવેલો 20 વર્ષનો યુવાન બીમાર હતો સારવાર ચાલતી હતી અને મોતને ભેટી ગયો
- ત્રીજા કિસ્સામાં 75 વર્ષના થરાદના નારોલી ગામના વૃદ્ધ જેઓ અમદાવાદથી બે દિવસ પૂર્વે જ આવ્યા હતા અને સંક્રમણ થતા ડીસાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ દમ તોડી દીધો.
આટલું તો ધ્યાનમાં અવશ્ય રાખજો
- ચોરીછૂપીથી વાળ કપાવવા માટે વાળંદને ઘરે બોલાવવા નહિ.
- ઘરના કામકાજ માટે ઘરઘાટીને ઘરે બોલાવવા નહિ.
- કાળાબજારમાં ગુટખા અને પાન મસાલા ખરીદીને ખાઇ જ્યાં-ત્યાં થૂંકવુ નહિ.
- ફળ, ફ્રૂટ કે શાકભાજી ધોયા વગર તેનો ખાવામાં ઉપયોગ કરવો નહિ.
- ઘરની બહાર જાહેર જગ્યાએ સ્પર્શ કર્યો હોય તો ઘરે જઇને સેનેટાઈઝ કરવું અથવા સંપૂર્ણ સ્નાન કરી લેવું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.