તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાણોદરના 200 યુવાનોનો સેવાયજ્ઞ દવા, ટિફિન, શાકભાજી પહોંચાડે છે

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બહારના વ્યકિતને યોગ્ય કારણ હોય તો ગામમાં પ્રવેશ

પાલનપુરઃ અમદાવાદ હાઈવે તરફ 10 કિલોમીટરના અંતરે આવેલા કાણોદર ગામમાં કોરોના રોગની રોકથામ માટે યુવાનોને સ્પેશ્યલ ટ્રેઇન્ડ કરાયા છે. ગ્રામ પંચાયત, સ્થાનિક યુવા કલબની ટીમ તેમજ જાગૃત લોકોના 200 જણની ટીમએ આખા કાણોદર ગામ માટે સેવાની કામગીરી શરૂ કરી છે. ગામના આગેવાને જણાવ્યું કે ‘તેમના દરેક સભ્યની અલગ-અલગ જવાબદારી છે કોઈ દવા પહોંચાડવાનું કામ કરે છે, કોઇ ટિફિન પહોંચાડવાનું કામ કરે છે, કોઈ શાકભાજી પહોંચાડવાનું કામ કરે છે તો કોઈ કરિયાણાની કીટ આપવાનું કામ કરે છે. 
ઘરમાં રહો સુરક્ષિત રહો
સૌ કોઈને માત્ર ઘરમાં રહો સુરક્ષિત રહો નો મેસેજ આપવામાં આવી રહ્યો છે. કેટલાક યુવાનો રાઉન્ડ ધ ક્લોક તમામ ચાર રસ્તાઓ પર ઉભા રહી વાહનો અટકાવી બિનજરૂરી લોકોને ભેગા ન કરવા માટે સમજાવવાનું કામ કરે છે. કાણોદર ગામમાં પ્રવેશતા યોગ્ય હોય તો જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે.
યુવાનોએ ભીડ ન કરવા લોકોને સમજાવ્યા
કાણોદરમાં બે મહિનામાં વિદેશથી અને બીજા રાજ્યોમાંથી અનેક લોકો આવ્યા હતા. જે પૈકી કેટલાકનું કોરેન્ટાઇન પૂર્ણ થયું જ્યારે કેટલાક હજુ પણ ઘરમાં જ છે. બિનજરૂરી લોકો ઘરની બહાર પણ બેસતા નહોતા. જોકે કાણોદરના મેડિકલ એરીયા વિસ્તારમાં કેટલાક લોકો ટોળે વળીને બહાર બેઠા હોવાની ફરિયાદ મળતા ગામના યુવાનોએ ભીડ ન કરવા લોકોને સમજાવ્યા હતા. ગામના યુવાનો દ્વારા રસ્તા પરથી પસાર થતા તમામ લોકો માટે ખીચડીનું પાર્સલ તૈયાર કરીને આપવામાં આવી રહ્યું છે. યુવાને જણાવ્યું કે "મહારાષ્ટ્ર પાર્સિંગની ખાનગી કારો રાજસ્થાન જઇ રહી છે. જેઓ અહીંથી પાર્સલ લઈ જાય છે. અમે કોઈને ટચ કરતા નથી માત્ર ટેબલ પર પાર્સલ મૂકી દઈએ છીએ

અન્ય સમાચારો પણ છે...