તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર આરટીઓ સર્કલ નજીકથી બુધવારે ગાંધીનગરની મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાનથી 1102 પેટી દારૂ ભરી અમદાવાદ જઈ રહેલું કન્ટેનર ઝડપી રૂ.66.40 લાખનો મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે ભર લોકડાઉને પાલનપુરના આરટીઓ સર્કલ નજીકથી બુધવારે વહેલી સવારે ગાંધીનગર મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાનથી દારૂ ભરી કોવીડ-19 અને કાર્યાલય મહાનિર્દેશક પોલીસ રાજસ્થાન-જયપુરનો પત્ર લગાવેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. પોલીસે કન્ટેનર ચાલક ક્રિષ્ના છગનભાઇ વૈરાગીની પૂછપરછ કરી તો દારૂ ભરેલું કન્ટેનર નંદસિંહ રાઠોડ ઉર્ફે સોનુભાઇએ મોકલ્યું હોવાનું જાણવા મળતાં પોલીસે કન્ટેનર નંબર યુપી-62-બીટી-2322ને પશ્ચિમ પોલીસ મથક લઇ જઇ તપાસ કરી તો કન્ટેનરમાંથી 1102 પેટી દારૂ કિંમત રૂ.51,09,600 સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.66,40,375ના મુદ્દામાલ સાથે ક્રિષ્ના છગનભાઇ વૈરાગીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.