તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણાના ફતેપુરા સર્કલથી રામોસણા બ્રિજ વચ્ચે પોલીસની ઓળખ આપી પસાર થતી ટ્રકો અટકાવી પૈસા પડાવાતા હોવાની બાતમી આધારે એલસીબી પીએસઆઇ વાય.કે. ઝાલા સહિત સ્ટાફે વોચ ગોઠવી હતી. બુધવારે રામોસણા બ્રિજના છેડે દર્શન હોટલની સામે કેટલાક વ્યક્તિઓ હાઇવે ઉપર વાહનો રોકી ચેકિંગ કરતાં જોઇ પોલીસ અહીં દોડી ગઇ હતી. જેમાં ભાવિન નરોત્તમ કુંતાર (રહે. સોમેશ્વરકુંજ સોસાયટી) ઝડપાઇ ગયો હતો, જ્યારે ભાગી જનાર મહેસાણાના રાઠોડ નરેન્દ્રસિંહ ઉર્ફે ઘુવડ ઉદેસિંહ અને સાહિલ પ્રવિણભાઇ કાપડિયા (રહે. આકાશગંગા સોસાયટી, સોમનાથ રોડ) હોવાનું બહાર આવ્યું હતું.
ભાવિન કુંતારની પૂછપરછ કરતાં તે અગાઉ હોમગાર્ડ તરીકે એ ડિવિજનમાં ફરજ બજાવતો હતો અને છેલ્લા એક મહિનાથી ફરજ પર ગયો નથી. રાત્રે પોલીસ ડ્રેસનું પેન્ટ અને આર્મીજેકેટ પહેરી બે સાગરિતો સાથે મળી હોમગાર્ડની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.