ધરપકડ:વચગાળાના જામીન મેળવી નાસતો ફરતો ખૂનનો આરોપી ઝબ્બે

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હત્યાના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા દરમિયાન વચગાળાના જામીન પર છુટ્યા બાદ ભાગતો ફરતો આરોપી મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડના હાથે કડી તાલુકાના માથાસુર ગામની સીમમાંથી ઝડપાતાં મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

વચગાળાના જામીન પર છુટેલા ફરાર આરોપીઓ અને પેરોલ પર છુટ્યા બાદ જેલમાં પરત ન ફરેલા આરોપીઓને શોધી કરવા મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ડી.એન. વાંઝા સહિતનો સ્ટાફ તપાસમાં હતો. ત્યારે સાંથલ પોલીસ સ્ટેશનના વર્ષ 2015માં હત્યાના ગુનામાં કોર્ટે કરેલી સજા દરમિયાન અમદાવાદ મધ્યસ્થ જેલમાં રખાયેલો મૂળ માંકણજ ગામનો અને હાલ માથાસુર સીમમાં રહેતો હીરાભાઇ શંકરભાઇ દંતાણી વચગાળાના જામીન પર છુટ્યા બાદ ભાગતો ફરતો હોવાની અને હાલ તે માથાસુર ગામની સીમમાં તેના ઘરે હાજર હોવાની બાતમી મળતાં સ્કવોડે રેડ કરી તેને ઝડપી અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...