તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સતલાસણાના કેવડાસણ ગામની 14 વર્ષની કિશોરીને ભગાડી ગયેલો બાજુના ધારાવણિયા ગામનો યુવક કિશોરી સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસ તપાસમાં યુવકે કિશોરી પર 3 વખત દુષ્કર્મ આચર્યાનું ખુલતાં સતલાસણા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો.
કેવડાસણ ગામની મહિલા 30 નવેમ્બરે વહેલી સવારે 4 વાગે ઉઠીને ભેંસ દોહવા તબેલા પર ગઇ હતી, તે સમયે તેના બંને સંતાનો ઘરમાં સૂઇ રહ્યા હતા. પરંતુ બે કલાક બાદ પરત ફરી ત્યારે તેમની 14 વર્ષની પુત્રી ન જણાતાં સગાસંબંધીઓમાં તપાસ કરાવી હતી. તે દરમિયાન, જાણવા મળ્યું હતું કે તેમના બાજુના ગામ ધારાવણિયાનો પ્રવિણસિંહ ભવાનસિંહ પરમાર નામનો શખ્સ કિશોરીને ભગાડી ગયો છે. આથી મહિલાએ સતલાસણા પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન યુવક કિશોરી સાથે પકડાઇ જતાં તેને સતલાસણા પોલીસ સ્ટેશન લવાયો હતો. જ્યાં કિશોરીની પૂછપરછમાં યુવકે તેની સાથે 3 વખત દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું હતું. જેને આધારે સતલાસણા પોલીસે પ્રવિણસિંહ પરમાર સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.