અટકાયત:મહેસાણા શહેર ટ્રાફિક પોલીસચોકીમાં ચોરી કરનાર TRB જવાનનો મિત્ર ઝબ્બે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવા મહિના પૂર્વે બંને મિત્રોએ ભેગા મળી અઢી લાખની ચોરી કરી હતી
  • મુખ્ય સૂત્રધાર સસ્પેન્ડ ટીઆરબી જવાન નરેશ રાઠોડ હજુ પકડથી દૂર

મહેસાણા રેલવે સ્ટેશન નજીક આવેલી શહેર ટ્રાફિક પોલીસચોકીનું તાળું તોડી તિજોરીમાંથી થયેલી અઢી લાખ રૂપિયાની ચોરીમાં એસપી અચલ ત્યાગી દ્વારા આરોપીઓને ઝડપી પાડવા એલસીબી પીઆઇ અજીતસિંહ વાળાને સૂચના આપતાં પીએસઆઇ એ.કે. વાઘેલા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમિયાન, એએસઆઇ આશાબેન તેજાભાઈ અને હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇને મળેલી ખાનગી બાતમીને આધારે ટીમે આ ચોરીમાં સંડોવાયેલ ઠાકોર રમેશજી ઉર્ફે બદાજી ઉર્ફે ભૂરો ફતાજી (રહે. બોરસણ, જિ.પાટણ)ને પરા ટાવર નજીકથી ઝડપી પાડ્યો હતો એલસીબીની પ્રાથમિક પૂછપરછમાં રમેશજીએ તેના મિત્ર અને સસ્પેન્ડ ટીઆરબી જવાન નરેશ ગૌતમભાઈ રાઠોડની સાથે મળી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

રમેશજીએ લોખંડની કોસ વડે તાળું અને તિજોરી તોડી રોકડ રકમની ચોરી કરી હતી. જેમાં રમેશજી ઠાકોરને નરેશ રાઠોડે રૂ. 50 હજાર આપ્યા હતા. જ્યારે બાકીના બે લાખ રૂપિયા તેની પાસે રાખ્યા હતા.સીસીટીવી ફૂટેજમાં સસ્પેન્ડ ટીઆરબી જવાન અને અન્ય એક વ્યક્તિએ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...