• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Youths Who Were Flying Kites With Chinese String On The Roof Of Golden Homes In Mehsana Ran Away After Seeing The Police, A Middle aged Man Was Caught With 5 Reels.

પોલીસની કાર્યવાહી:મહેસાણાના ગોલ્ડન હોમ્સના ધાબા પર ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવી રહેલા યુવકો પોલીસને જોઈ ભાગ્યા, 5 રીલ સાથે એક આધેડ ઝડપાયો

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં આવેલા ગોલ્ડન હોમ્સમાં ચાઇનીઝ દોરી સાથે કેટલાક શખ્સ પતંગ ચગાવી રહ્યાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ આવી જતા કેટલાક યુવકો ધાબેથી ભાગી ગયા હતા. જોકે, એક આધેડ ઝડપાઇ જતા પોલીસે તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
​​​​​​​ચાઇનીઝ દોરીના કુલ 5 રીલ મળી આવ્યા
ઉતરાયણના તહેવારોને લઇ જિલ્લામાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે ત્યારે ઉત્તરાયણના દિવસે મહેસાણા શહેરમાં આવેલા ગોલ્ડ હોમ્સના મકાનના ધાબે કેટલાક યુવકો ચાઇનીઝ દોરી સાથે પતંગ ચગાવી રહ્યાની ફરિયાદ મહેસાણા પોલીસને મળી હતી. જે ફરિયાદના આધારે મહેસાણા એ ડિવિઝન પોલીસની ગાડીઓ દોડતી થઈ ગઈ હતી. એ ડિવિઝન પોલીસના કર્મીઓએ ગોલ્ડન હોમ્સમાં તપાસ કરવા જતાં જ પોલીસને જોઈ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવકો ભાગી ગયા હતા, પોલીસે ધાબે તપાસ કરતા ધાબા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ 5 રીલ મળી આવ્યા હતા. જેથી પોલીસ તપાસમાં મકાન નમ્બર 61 ના ધાબા પર રહેલા સોલાકી દશરથ ભાઈ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...