વાવેતર:રામવિજયનગરના યુવકોએ લોકડાઉનમાં ઉ.ગુ.નો પ્રથમ બોટનિકલ ગાર્ડન બનાવ્યો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઔષધીય અને ઇમારતી ફૂલછોડના રોપાઓનું વાવેતર

મહેસાણા તાલુકાના ગોરાદ નજીક આવેલા રામવિજયનગર (ખરસદા) ગામના યુવાનોએ લોકડાઉનનો સદ ઉપયોગ કરી ઉત્તર ગુજરાતનો પ્રથમ બોટનિકલ ગાર્ડન બનાવ્યો છે. જેમાં ઔષધીય અને ઇમારતી ફૂલછોડના રોપાઓનું વાવેતર કર્યું છે. જેનું સંચાલન સહિતની તમામ જવાબદારી ગામના યુવાનો રચિત બાળ હનુમાન ચાલીસા મંડળ નિભાવે છે. મારૂતિ બોટનિકલ વન તેમજ ગામના અન્ય સ્થળોએ અંદાજે 10 હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે. આ બોટનિકલ ગાર્ડન ખુલ્લો મુકાયો તે અવસરે સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય ભરતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.બોટનિકલ ગાર્ડન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રેરણાથી બનાવ્યો છે તેમ કહેતાં યુવાનોએ જણાવ્યું કે, વડીલોની પ્રેરણા અને કે.કે. પટેલ, કે.વી. પટેલ સહિતના અગ્રણીઓના સહયોગથી આ કામ થયું છે. ગામના દરેક પરિવારનો અમને સાથ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...