કરૂણાંતિકા:પાંચોટના ગામ તળાવમાં ગણેશ વિસર્જનમાં યુવાન ડૂબી જતાં મોત

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકા ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

મહેસાણાના પાંચોટના તળાવમાં રવિવારે બપોરે ગણેશ વિસર્જન દરમ્યાન પાંચોટનો 23 વર્ષીય યુવાન વિજયજી રમેશજી ઠાકોર લપસી જતાં ગરક થયો હતો. સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ આદરી હતી. દરમિયાન મહેસાણા પાલિકા ફાયર ટીમને જાણ કરતાં સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં મહેસાણા પાલિકા ફાયર રેસ્ક્યુ ટીમે યુવાન વિજયજીના મૃતદેહને શોધને બહાર કઢાયો હતો.

લાશનું મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો.બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હોઇ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા.આ બનાવ અંગે મૃતકના પિતા રમેશજી ઠાકોરે તાલુકા પોલીસને જાણ કરતાં અકસ્માત મોત નોંધ કરાઇ હતી. ગામના લોકોએ કહ્યું કે તળાવ ઉંડુ છે અને વરસાદમાં પાણીથી ભરાયુ હોઇ યુવાન ડૂબતાં શોધખોળ કરાઇ હતી ફાયરની ટીમેને યુવક મૃત મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...