આક્રોશ:બેરોજગારી મુદ્દે યુથ કોંગ્રેસે રોજગાર કચેરી ઘેરી, ખાનગી કંપનીઓમાં 25 ટકા સ્થાનિકોને રોજગારનું પાલન થતું નથી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં યુવાનોના અધિકારની લડાઇ રોજગાર કેમ્પઇનના પ્રથમ ચરણમાં યુથ કોગ્રેસના કાર્યકરો દ્વારા બુધવારે મહેસાણામાં જિલ્લા રોજગાર કચેરીમાં બેરોજગારી સામે સવાલો ખડા કરીને ઘેરાવ કર્યો હતો.પોલીસના કાફલા વચ્ચે ઉપસ્થિત અધિકારી સમક્ષ પ્રદેશ યુથ કોગ્રેસના પ્રમુખે જિલ્લામાં ખાનગી કંપનીઓમાં સ્થાનિક કેટલા યુવાનોને રોજગારી મળી સહિતના ડેટા માંગીને સવાલો ખડા કરાયા હતા.25 ટકા સ્થાનિકોને રોજગારીનું પાલન ન થતુ હોઇ સરકાર યુવાનોને રોજગારી આપવામાં ઉદાસીન હોવાનું જણાવ્યુ હતું.

યુથ કોગ્રેસના રોજગાર કચેરી ઘેરાવ કાર્યક્રમને લઇને સવારે 10 વાગ્યાથી પોલીસ કાફલો ખડકાયો હતો, બપોરે 12 વાગ્યા પછી કોગ્રેસના યુવા કાર્યકરો રેલી સ્વરૂપે બેરોજગારોને ન્યાય આપોના સુત્રો,પ્લે કાર્ડ સાથે બહુમાળી ભવન તરફ આવતા પોલીસે ગેટ બંધ કરીને યુથ આગેવાનોને રજુઆત માટે અંદર એન્ટ્રી અપાઇ હતી.

બાદમાં રોજગાર કચેરીએ મુખ્ય અધિકારી ગાંધીનગર મીટીગમાં ગયા હોઇ ખાલી ખુરશીમાં કોગી કાર્યકર્તાઓએ બેરોજગારોને ન્યાય આપો ના પ્લે કાર્ડ, કોગ્રેસના બેનર મૂકી દેતાં પોલીસ થોડીવાર ગૂંચવાઇ હતી,જોકે આમા કાયદાનો ભંગ થતો નથી તેમ કહી કાર્યકર્તાઓએ થોડીવાર પછી બેનરો હાથમાં લઇ લીધા હતા.આ દરમ્યાન જીઆઇડીસી હોલના કાર્યક્રમમાં ગયેલા આસિસ્ટન્ટ રોજગાર અધિકારી એ.આર.મલેકને સ્ટાફે જાણ કરતા તાબડતોબ દોડી આવતા તેમની સમક્ષ પ્રદેશ યુથ કોગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રજૂઆત કરી હતી.

રોજગાર કેન્દ્રમાં નોંધાયેલ 11919 શિક્ષિત બેરોજગાર

કેટેગરીપુરુષસ્ત્રીકુલ
એસ.એસ.સી2,9581743132
ધો 12 પાસ3,1692483417
ડિપ્લોમા77529804
ગ્રેજ્યુએટ1,6822,5774259
કુલ8,8733,04611919

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...