તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનીટ્રેપ:લગ્ન માટે સારો છોકરો બતાવજો કહીં યુવતીએ મહેસાણાના ટ્રાન્સપોર્ટરને ખેતરમાં બોલાવ્યા, સાગરીતોએ 3 લાખની માગ કરી

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રકમ લેવા ગયેલા યુવકને ઝડપી પોલીસ હવાલે કરાયો
 • જયસિંહ ઉર્ફે ભોલું પ્રહલાદજી ઠાકોર, કોમલ પ્રજાપતિ નામની યુવતી અને તેના અન્ય સાગરીતો સામે ફરિયાદ

મહેસાણામાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતી એક વ્યક્તિને અજાણ્યો ફોન આવ્યો હતો અને એ યુવતીએ વાતો શરૂ કરી હતી. બાદમાં પરિચય કેળવીને ટ્રાન્સપોર્ટરને લગ્ન માટે સારો છોકરો બતાવવા રજૂઆત કરી હતી અને મોઢેરામાં ખેતરમાં બોલાવ્યા હતા. જ્યાં યુવતીની સાગરીતોએ ટ્રાન્સપોર્ટરને ધમકાવ્યા હતા અને 10 લાખની માગ કરી હતી. બાદમાં 3 લાખ આપવા જણાવ્યું હતું. જોકે રકમ લેવા આવેલા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી યુવકને ઝડપીને મોઢેરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આરોપી યુવક-યુવતી વિરુદ્ધ મોઢેરા પોલીસે મથકે ગુનો દાખલ થયો છે.

અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને વાતો શરૂ થઇ
ટ્રાન્સપોર્ટરને ગત દિવસોએ અજાણ્યાં નંબર પરથી એક યુવતીનો ફોન આવ્યો હતો. જે બાદમાં યુવતીએ તમારો અવાજ સારો છે તેમ કહી વાતો ચાલુ રાખી હતી. આ તરફ વાતોની વચ્ચે બંને એકબીજાને અગાઉ મુલાકાતો પણ ગોઠવી હતી. જોકે 11 ફેબ્રુઆરીના રોજ યુવતીએ ફોન કરી ફરીયાદીને મોઢેરા મળવા બોલાવ્યા હતા. જ્યાં અગાઉથી નક્કી થયા મુજબ યુવતીના સાગરીતોએ આવી ચડીને ફરીયાદીને તું કેમ યુવતી સાથે બળજબરી કરે છે તેમ કહી ધમકાવ્યા હતા. આ સાથે 10 લાખ માંગતાં છેલ્લે 3 લાખ આપવાનું નક્કી થયુ હતુ.

ટ્રાન્સપોર્ટર મિત્રો સાથે રકમ આપવા પહોંચ્યા
ફરીયાદી પાસે તે વખતે પૈસા ન હોઇ બીજા દિવસે આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જોકે બીજા દિવસે અજાણ્યાં ઇસમે ફોન કરી કહ્યું કે, પૈસાની વ્યવસ્થા કરી દેજો. જેથી ફરીયાદીએ પૈસા લેવા ઓફીસે બોલાવતાં તે ઇસમ આવ્યો ન હતો. બાદમાં ત્રીજા દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીના બપોરે ફોન કરી ફરીયાદીને મોઢેરા મળવા બોલાવ્યા હતા. જોકે ફરીયાદી સ્થિતિ પારખી ગયા હોઇ પોતાના મિત્રોને સાથે લઇ જતાં બાઇક પર પૈસા લેવા આવેલા 2 ઇસમો પૈકી એક જયસિંહ ઉર્ફે ભોલુ પ્રહલાદજી અમરતજી ઠાકોર, ગામ-મીઠીધારીયાલ, તા.ચાણસ્મા, જી.પાટણને ઝડપી લીધો હતો. જે બાદમાં તેને મોઢેરા પોલીસને સોંપી ત્યાર બાદ તેની અને યુવતિ સામે IPC કલમ 384, 386, 389, 406, 120B, 506(1), 504 મુજબ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો