આપઘાત:વિરમગામના યુવક-યુવતીએ કાનપુરા કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવક-યુવતીની લાશ મળી આવી હતી. - Divya Bhaskar
યુવક-યુવતીની લાશ મળી આવી હતી.
  • 3 દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયાં હતાં, કેનાલ નજીક બાઇક મૂક્યું

વિરમગામની પરણિત મહિલા અને વીરમગામના એક પરણીત યુવક ત્રણ દિવસ પહેલા ઘરેથી ચાલી નિકળ્યા પછી તેમની શોધખોળ ચાલતી હતી. આ દરમ્યાન આ બંન્નેના રવિવારે બહુચરાજીના કાનપુરાથી રૂપપુર તરફની નર્મદાની મેઇન કેનાલમાંથી મૃતદેહ મળી આવતા પરિવારજનોને જાણ કરીને બહુચરાજી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

વિરમગામના અક્ષરનગર સોસાયટીમાં રહેતા સીમાબેન હીતેષભાઇ અડાલજી(વાળંદ, ઉ.વ.44) અને વિરમગામના ભોજવા ગામના હસમુખભાઇ ચંદુભાઇ સોલંકી(વાળંદ, ઉ.વ. 33) આ બંન્ને ત્રણ દિવસ પહેલા તેમના  ઘરેથી ચાલી નિકળ્યા હતા. પરિવારજનો શોખખોળ કરતાં હતા આ દરમ્યાન રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં રૂપપુર નજીક મેઇન નર્મદા કેનાલમાંથી બંન્નેના મૃતદેહ મળી આવતા પરિવારજનોને જાણ કરાઇ હતી અને મૃતક મહિલાના પતિ હિતેષભાઇ અડાલજીનું પોલીસે નિવેદન લેવાની તજવીજ શરૂ કરી હતી.

બંન્નેના મૃતદેહને બહુચરાજી હોસ્પિટલ લઇ જઇ પોસ્ટમોર્ટમ કરાયુ હતું.આ બંન્ને પ્રેમીપંખીડા હોવાનું મનાઇ રહ્યુ છે.હાલ પોલીસે અકસ્માત મોત નોધની તજવીજ શરૂ કરી હતી.પોલીસ સુત્રોએ કહ્યુ હતું કે,બંન્ને પરણિત છે. કાનપુર કેનાલ નજીકથી તેમનું બાઇક મળી આવ્યુ છે,આ બાઇક પર અહી આવીને કેનાલમાં જીવન ટુંકાવ્યુ હતું.આગળની કાર્યવાહી ચાલુ છે. 3 દિવસ અગાઉથી ઘરેથી નીકળી ગયા બાદ તેઓ બાઇક પર ક્યાં ક્યા ગયા અને ક્યાં રોકાયા સહિતની વિગતો મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બંન વચ્ચે પ્રેમસંબંધ હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. જોકે, પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...