વિજાપુર તાલુકાના માલોસણ ગામે રસ્તાની માપણી સમયે ગામના જ બે વ્યક્તિઓ સાથે થયેલી તકરારનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં તમારે રસ્તો આપવો પડશે કહી માલોસણના યુવાને ગામના જ એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વિજાપુર તાલુકાના માલોસણ ગામ એ રહેતા રબારી વાસમાં મેલાભાઈ માવજીભાઈ રબારી પોતે પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે જોને ગઈકાલે બપોરે ગામની સીમમાં આવેલ અંબાજી માતાના મંદિર નજીક આવેલા પોતાના ખેતરમાં વાવેતર કરેલું હતું. જે મગફળીને જોવા ગયા હતા ત્યારે રસ્તાની માપણી કરવા માટે રેવન્યુ અધિકારી આવેલા હતા.
એ જ સમયે આવી ચડેલા ગામના જ પટેલ વિષ્ણુભાઈ શંકરભાઈએ એકદમ ઉશ્કેરાઇ જઇને મેલાભાઈ રબારીને રસ્તાની માપણી થાય છે તો તમારે રસ્તો આપવો પડશે નહીં તેના હાથમાં છરી જેવું હથિયાર વેલાભાઈને મારવા જતા તેઓ નીચે પડી ગયા હતા. જોકે એ દરમિયાન અન્ય લોકો ઘટનાસ્થળે આવી જતા વિષ્ણુભાઇએ જતા જતા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે ફરિયાદીએ લાડોલ પોલીસ મથકમાં સમગ્ર મામલે ગુનો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.