દુર્ઘટના:દીતાસણ કંપનીમાં ક્રેન પડતાં યુવાનનું મોત

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમાન પ્રા.લી. કંપનીમાં બનેલી ઘટનામાં અન્ય એક યુવકને પણ ઇજા

મહેસાણા-અમદાવાદ હાઇવે પર દીતાસણ ગામ નજીક આવેલી અમાન પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં મંગળવારે ક્રેઇનથી કામકાજ ચાલતું હતું તે દરમિયાન ક્રેઇન અચાનક પલટી ખાઇ બાજુમાં ઉભેલા યુવાન ઉપર પડતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક યુવક જગુદણ ગામનો 32 વર્ષીય મહેશકુમાર તખાજી ઠાકોર હોવાની ઓળખ થઇ છે.

જ્યારે અન્ય એક યુવાનને ઇજા થઇ હતી. મૃતકના ભાઇ રમેશભાઇ ઠાકોરે લાંઘણજ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી છે. જ્યારે ઘાયલ યુવકને મહેસાણામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...