અકસ્માત:મહેસાણાની રાધનપુર ચોકડી પર બસની ટક્કરે યુવકનું મોત

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી પાલી જઇ રહેલી રાજસ્થાનની બસને અકસ્માત નડ્યો
  • યુવક યુપીથી​​​​​​​ ટ્રેનમાં બેસી નોકરી અર્થે અમદાવાદ જઇ રહ્યો હતો

મહેસાણા શહેરના રાધનપુર સર્કલ નજીક સોમવાર બપોરે અમદાવાદથી રાજસ્થાનના પાલી જઇ રહેલી બસે પરપ્રાંતિય યુવકને અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટનાને લઇ બસમાં સવાર મુસાફરો રખડી પડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવક યુપીથી ટ્રેનમાં બેસી નોકરી અર્થે અમદાવાદ જઇ રહ્યો હતો. જોકે, તે મહેસાણા રેલવે સ્ટેશન ઉતરી ગયો હતો.

મહેસાણા શહેરના રાધનપુર સર્કલ પાસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે સોમવાર બપોરે વિપત બાલચંદ સરોજ (રહે.પ્રધાનપુર, જિ.જોનપુર, યુપી) ઉભો હતો. તે દરમિયાન અમદાવાદથી પાલી (રાજસ્થાન) જઇ રહેલી બસ (RJ 14 PD 4295)એ ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં ખસેડ્યો હતો. પોલીસે બસચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...