ભાજપના 'ગઢ'માં કેજરીવાલ:મહેસાણાની સભામાં કહ્યું- 'સીઆર પાટીલમાં હિંમત હોય તો મારું નામ લઈને બતાવે'

મહેસાણા20 દિવસ પહેલા
  • કેજરીવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ જોડાયા

વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપની સાથે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. આપ દ્વારા હવે ઉત્તર ગુજરાત પર નજર દોડાવવામાં આવી છે. ભાજપના ગઢ ગણાતા મહેસાણામાં આજે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે તિરંગા યાત્રા યોજી હતી. જેમાં હજારોની સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. તિરંગા યાત્રા બાદ યોજેલી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પડકાર ફેંકતા કહ્યું હતું કે, પાટીલમાં હિંમત હોય તો તેના મોઢે મારું નામ લઈ બતાવે'

મહેસાણામાં ઠેર ઠેર તિરંગા લહેરાતા જોવા મળ્યા
મહેસાણામાં તિરંગા યાત્રા યોજવા માટે સાંજે અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા હતા. કેજરીવાલની હાજરીમાં આપ દ્વારા સિવિલ હોસ્પિટલથી લઈ તોરણવાડી ચોક સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.કેજરીવાલે કાર્યકર્તાઓ અને મહેસાણાવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું.

નામને લઈ કેજરીવાલનો પાટીલને પડકાર
મહેસાણાની સભામાં જાહેર મંચ પરથી કેજરીવાલે કહ્યું હતું કે, હજી પાટીલ મારું નામ નથી લઈ રહ્યા. જો પાટીલમાં હિંમત હોય તો જાહેરમાં મારું નામ લઈ બતાવે.

ગુજરાતના લોકોને મફત વીજળી, દિલ્હી જેવી સરકારી શાળા અને હોસ્પિટલ જોઈએ છે- કેજરીવાલ
કેજરીવાલે કહ્યું હતું કે, આજે એ જાણીને ખુશી થાય છે કે ગુજરાતના બધા લોકોને ખ્યાલ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કેટલું સારું કામ કર્યું છે. અમે દિલ્હીમાં વીજળી ફ્રી કરી દીધી અને આજે ગુજરાતના લોકો પણ કહે છે કે અમને પણ મફત વીજળી માટે કેજરીવાલ જોઈએ છે. દિલ્લીમાં 24 કલાક વીજળી મળે છે, કોઈપણ પ્રકારના પાવર કટથી જનતાને હેરાન નથી થવું પડતું, દિલ્હીમાં શાનદાર સરકારી સ્કૂલો બનાવી દીધી, દિલ્હીમાં હોસ્પિટલો અને ક્લિનિક શાનદાર બનાવી દીધા, દરેક લોકોના ઈલાજ મફત કરી દીધા અને આજે ગુજરાતના લોકો પણ આ જ પ્રકારની વિશ્વસ્તરીય સુવિધા ગુજરાતમાં માગી રહ્યા છે. ગુજરાત પરીવર્તન માંગી રહ્યું છે. કેજરીવાલે આગળ કહ્યું કે, ભાજપ ડરે છે આમ આદમી પાર્ટી થી. ભાજપ આમ આદમી પાર્ટી થી કેમ ડરે છે? આમ આદમી પાર્ટી કટ્ટર દેશભક્ત છે, કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. ભાજપ, આમ આદમી પાર્ટી ની દેશભક્તિ અને ઈમાનદારી થી ડરે છે.

અન્ય સમાચારો પણ છે...