તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:તું ભાજપવાળો દાદા થઇ ગયો છે કહી 9 શખ્સોનો ઘાતક હથિયારોથી ખૂની હુમલો

મહેસાણા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નંદાસણમાં ગાડી મૂકવા બાબતે માથાકૂટ, હત્યાની કોશિશનો ગુનો

કડીના નંદાસણમાં દવાખાને ગયેલા દંપતીની ગાડી રસ્તામાં ઉભી રાખવા મામલે ટોળાએ તું ભાજપનો માણસ દાદા થઇ ગયો છે તેમ કહી હથિયારોથી કરેલા હુમલામાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં 9 સામે હત્યાની કોશિશ, રાયોટિંગ અને કાવતરા સહિતનો ગુનો નોંધાયો છે.

નંદાસણની રહેમતનગર સોસાયટીમાં રહેતાં સાજેદાબાનુ અને તેમના પતિ સદામહુસેન જાકીરહુસેન સૈયદ તેમના ગેરેજમાં આવેલી કાર નં. (જીજે 02 સીએલ 7987) લઇને સાંજે ર્ડા.અનીસભાઇ મોઠાના દવાખાને દવા લેવા ગયા હતા. દરમિયાન ગામના અલ્દુલ કુરેશીએ રસ્તા વચ્ચે કેમ ગાડી ઉભી રાખી છે તમે કહેતાં સદામહુસેને સાઇડમાં તો ઉભી રાખી છે તેમ કહ્યું હતું. આથી અબ્દુલ કુરેશીએ તું ભાજપનો માણસ છે દાદા થઇ ગયો છે તેમ કહી લોખંડની પાઇપ, લાકડી, ધોકા, ધારિયા જેવા હથિયારો લઇને લોકોએ હુમલો કર્યો હતો. જેમાં સદામ હુસેનને ગંભીર ઇજાઓ થતાં નંદાસણ સીએચસી બાદ બેભાન હાલતમાં કડી રીફર કરાયો હતો.ઇજાગ્રસ્તની પત્ની સાજેદાબાનુ સૈયદે નંદાસણ પોલીસ સ્ટેશનમાં અબ્દુલ ઇબ્રાહીમ કુરેશી, ઇલિયાસ હૈદરભાઇ કુરેશી, શફીક ઇસ્માઇલભાઇ કુરેશી, આરીફ ઇસ્માઇલ ભાઇ કુરેશી, મહમંદઉમર અબ્દુલભાઇ કુરેશી, હારૂન અહેમદ કુરેશી, અહેમદ હસનભાઇ કુરેશી, યુનુસ હસનભાઇ કુરેશી અને ઇલિયાસ શબ્બીરભાઇ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો