ઠંડીનું જોર વધશે:18-19 મી ડિસેમ્બરે બ.કાં.ના કેટલાક વિસ્તારોમાં શીત લહેરનું યલ્લો એલર્ટ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉત્તર-પૂર્વિય ઠંડા પવનના કારણે હજુ ઠંડીનું જોર વધશે
  • ડીસા,મહેસાણા, પાટણ અને ઇડરમાં તાપમાન13 ડિગ્રીથી નીચે

ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનનો મારો શરૂ થતાં ગુરૂવારે મુખ્ય 5 શહેરોના લઘુત્તમ તાપમાન માં સામાન્યથી લઇ પોણા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. સુસવાટા મારતાં પવન વચ્ચે 13 ડિગ્રીથી નીચા તાપમાનમાં મહેસાણા, પાટણ, ડીસા અને ઇડરમાં હાડ થિજાવતી ઠંડી નોંધાઇ હતી.

જ્યારે મોડાસામાં હજુ પણ ઠંડીનો પારો 14 ડિગ્રીથી ઉપર રહેતો હોઇ આ વિસ્તારમાં ઠંડીનો અનુભવ ઓછો થઇ રહ્યો છે. ઉત્તર-પૂર્વિય ઠંડા પવનના કારણે ઉત્તર ગુુજરાતમાં ઠંડીનું જોર હજુ વધશે. જેને લઇ હવામાન વિભાગે તા.18 અને 19 ડિસેમ્બરે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં શીત લહેર ફૂંકાયા તેવી શક્યતા વચ્ચે આ બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આબુનું તાપમાન 2 ડિગ્રી
બે દિવસથી માઉન્ટઆબુનું લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી પર સ્થિર છે. ગુરુવારે સવારે કારની છત પર બરફનું પડ જોવા મળ્યું હતું.

5 શહેરોનું તાપમાન
શહેરડિગ્રી
મહેસાણા12.6(-0.7)
પાટણ12.5(-0.3)
ડીસા12.4(-0.1)
ઇડર12.4(-0.1)
મોડાસા14.8(-0.4)
અન્ય સમાચારો પણ છે...